Tapobhumi Book Launch : તપોભૂમિ પુસ્તક દ્વારા ડૉ.વિવેક કુમાર ભટ્ટે રાષ્ટ્રને અનન્ય આહુતી આપી છે
Tapobhumi Book Launch Event : તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટમાં દેશના અનેક મહાન સંતો હાજર રહ્યા છે. દેશમાં જેમના દર્શન પણ પ્રાપ્ત કરવા એક સદ્ભાગ્ય ગણાય તેવા અનેક સંતો આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. તપોભૂમિ બુક લોન્ચ ઇવેન્ટ ખુબ જ ઐતિહાસિક છે. કારણ કે મહાકુંભ શરૂ થવા જઇ રહ્યો છે તેની પહેલા એક નાના કુંભ જેટલા સંતો આ કાર્યક્રમમાં હાજર છે. અમદાવાદમાં આ નાના કુંભનું કારણ બનનાર તપોભૂમિ બુક અને તેના લેખક ડૉ. વિવેક કુમાર ભટ્ટના સ્નેહના તાંતણે બંધાઇને અનેક સંતો કાર્યક્રમમાં પધાર્યા છે. ગુજરાત અને દેશના મહાનતમ સંતો આ કાર્યક્રમમાં હાજર છે.
Tapobhumi Book Launch Event કાર્યક્રમમાં રહ્યા હાજર
આ Tapobhumi Book Launch Event સમયે સંતો પોતાના આશિર્વચન પાઠવી રહ્યા છે. આ કડીમાં ધર્મપુર વલસાડ સ્વામી યોગેશ્વરાનંદજી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેઓએ તપોભૂમિ પુસ્તકના વિમોચન પ્રસંગે જણાવ્યું કે, આ રાષ્ટ્રમાં પથ્થર બોલે છે માટે જ કંકર કંકર શંકર છે. પથ્થર બોલે છે માટે જ દરેક પથ્થર પર રામ લખ્યું અને પથ્થર તર્યા અને અધર્મનો નાશ કરવા માટેનો રામ સેતુ બન્યો. પથ્થર માત્ર બોલતો નથી તે આ રાષ્ટ્રનું પુરાણ છે. ગુજરાત પર લખાયેલો ગ્રંથ પ્રમાણ છે કે આ તપોભૂમિ આ જ તપોભૂમિથી કેટલા તપસ્વી નિકળ્યા. હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ જ તપોભૂમિના એક મહર્ષિ છે.
10 મહાવિદ્યાથી જેટલું પરિણામ મળે તેટલું વિવેક કુમાર ભટ્ટને મળશે
પથ્થર બોલે છે અને તે કાર્ય માટે ડૉ.વિવેક કુમાર ભટ્ટે 10 હજાર કિલોમીટરની યાત્રા અને આટલો પરિશ્રમ કર્યો છે. આ 10 મહાવિદ્યાની સાધના સમાન છે. અને તેટલું જ પુણ્ય છે. હજારો વર્ષો સુધી આ પુરાણ અને આ પુસ્તકો રહે છે. પથ્થર પુસ્તકોના માધ્યમથી પણ બોલે છે. આપણી સંસ્કૃતિમાં પાયાનો પથ્થર સમાન આ પુસ્તક છે.
કેટલાક લોકો પથ્થરનો દુરૂપયોગ કરે છે પરંતુ આપણે નહી
કેટલાક લોકોએ પથ્થરોનો દુરૂપયોગ કર્યો પરંતુ આપણે આ પથ્થરનો સદુપયોગ કર્યો. વિવેકજીએ જે કાર્ય કર્યું છે દેશ અને રાષ્ટ્ર માટે હું માનુ છુકે આગામી અનેક પેઢી આપણા રાષ્ટ્રને મહાન બનાવવામાં તેનો ઉપયોગ કરશે. મારી અનેક શુભકામનાઓ અને પ્રેમ સાથે હું તમને નમન કરતાની સાથે જ હું મારી વાણી વિરમું છું.