Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવી ઝૂંપડી તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોઇ હોય! જુઓ આ Viral Video

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં દરરોજ અનેક પ્રકારના વીડિયો સામે આવે છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે, તો કેટલાક એવા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે છે.
આવી ઝૂંપડી તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોઇ હોય  જુઓ આ viral video
Advertisement
  • બહારથી ઝૂંપડી, અંદરથી મહેલ! ચોંકાવતો વાયરલ વીડિયો
  • આશ્ચર્યજનક ઘર! ઝૂંપડીની અંદરનો શાનદાર નજારો
  • વિશ્વાસ ન આવે તેવી ઝૂંપડી! વાયરલ વીડિયોએ લોકોને ચોંકાવ્યા
  • આ ઝૂંપડી તમને આશ્ચર્યમાં મૂકી દેશે!
  • આવી ઝૂંપડી તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોઇ હોય! સોશિયલ મીડિયા પર ચર્ચા
  • ઝૂંપડી કે મહેલ? એક વીડિયો જે તમને પૂરી રીતે ચોંકાવી દેશે!

Viral Video : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં દરરોજ અનેક પ્રકારના વીડિયો સામે આવે છે. કેટલાક વીડિયો આપણને હસાવે છે, તો કેટલાક એવા હોય છે જે આશ્ચર્યચકિત કરી દે છે. તાજેતરમાં એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો, જેણે લોકોને ચોંકાવી દીધા હતા. આ વીડિયોમાં બહારથી જર્જરિત દેખાતી ઝૂંપડીની અંદરનો નજારો એટલો અનોખો અને અદ્ભુત છે કે, તેને જોઈને લોકોની નજર ત્યાં જ અટકી ગઈ. આ વીડિયો લોકોની સામાન્ય કલ્પનાથી ઘણો અલગ જ છે અને તેની અંદરની વ્યવસ્થાએ દરેકને ચોંકાવી દીધા છે.

ઝૂંપડીની બહારનો દેખાવ અને અંદરની દુનિયા અલગ

આ વાયરલ વીડિયોની શરૂઆતમાં એક યુવતી પ્લાસ્ટિકની ચાદરથી ઢંકાયેલી એક જર્જરિત ઝૂંપડીની સામે ઊભેલી જોવા મળે છે. તે કેમેરા તરફ ઈશારો કરતી દેખાય છે અને દર્શકોને ઝૂંપડીની અંદર આવવા આમંત્રણ આપે છે. તેની પાછળ એક ખુરશી પર એક વૃદ્ધ મહિલા બેઠેલી છે, જેને યુવતી પોતાની માતા તરીકે રજૂ કરે છે. બહારથી જોતા આ ઝૂંપડી સામાન્ય લાગે છે, પરંતુ જેવી યુવતી અંદર પ્રવેશે છે અને કેમેરામેન તેની પાછળ જાય છે, ત્યાંનો નજારો બધાને સ્તબ્ધ કરી દે છે. અંદર પહોંચતા જ એક રૂમમાં સુંદર પલંગ મૂકેલો જોવા મળે છે, જે આવી ઝૂંપડીમાં અપેક્ષિત નથી. આ રૂમમાં એક કુલર પણ રાખવામાં આવ્યું છે, જે આરામદાયક જીવનનો સંકેત આપે છે. આશ્ચર્યની વાત એ છે કે, ઝૂંપડીમાં વીજળીની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Advertisement

ઝૂંપડીની અંદરની સુવિધાઓ

આગળ વધતાં, વીડિયોમાં એક માસ્ટર બેડરૂમ દેખાય છે, જેમાં એક આકર્ષક ડબલ બેડ મૂકેલા છે. આ રૂમની બાજુમાં એક નાનું પરંતુ સુઘડ રસોડું પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં વાસણો અને ગેસ સ્ટવ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. આ રસોડું એવું લાગે છે કે જાણે તેમાં રોજિંદા જીવનની તમામ જરૂરિયાતો પૂરી થઈ શકે. બહારથી જર્જરિત દેખાતી આ ઝૂંપડીની અંદરની આ વ્યવસ્થા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ નજારો એ વાતનું પ્રતીક છે કે, બાહ્ય દેખાવ હંમેશા અંદરની હકીકતને પ્રતિબિંબિત કરતો નથી. આ વીડિયોમાં દર્શાવાયેલી સરળતા અને આધુનિકતાનું સંગમ લોકોને વિચારવા મજબૂર કરે છે કે, આટલી ઓછી સુવિધાઓમાં પણ જીવન કેટલું સુંદર બની શકે છે.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by poonam bhaati (@ponu1432023)

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો

આ અનોખો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @ponu1432023 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ સમાચાર લખાય ત્યાં સુધી, આ વીડિયોને અઢી લાખથી વધુ લોકોએ લાઈક કર્યો હતો અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. લોકોએ આ વીડિયો પર મોટી સંખ્યામાં ટિપ્પણીઓ કરી છે, જેમાં તેમની પ્રતિક્રિયાઓ અને લાગણીઓ ઝળકે છે. એક યુઝરે લખ્યું, “ઘર ફક્ત ઈંટો અને સિમેન્ટથી નથી બનતું, તે લોકોના પ્રેમ અને સમર્પણથી બને છે.” બીજા એક યુઝરે ટિપ્પણી કરી, “બહારથી આ ઝૂંપડું લાગે છે, પરંતુ અંદરથી તે એકદમ શાનદાર અને આશ્ચર્યજનક છે.” આ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે, આ વીડિયો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ એક પ્રેરણાદાયી સંદેશ પણ આપે છે.

વીડિયોનો સંદેશ અને લોકોની પ્રતિક્રિયા

આ વીડિયો જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે, જીવનની સુંદરતા વૈભવ કે મોટા મકાનોમાં નથી,. બહારથી સાદી દેખાતી આ ઝૂંપડી અંદરથી એક આધુનિક ઘરની ઝલક આપે છે, જે લોકોને પોતાના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું પાઠ ભણાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોની ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે, તે સામાન્ય ધારણાઓને તોડીને કંઈક નવું અને પ્રેરક રજૂ કરે છે. લોકોની ટિપ્પણીઓમાં આશ્ચર્યની સાથે સકારાત્મકતા પણ જોવા મળે છે, જે આ વીડિયોની અસરને વધુ ગાઢ બનાવે છે.

આ પણ વાંચો :  PAK vs NZ : ફાઇનલમાં જોવા મળી અજીબ ઘટના! PCBએ શેર કર્યો મજેદાર Video

Tags :
Advertisement

.

×