Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ Couple રસ્તા વચ્ચે ચાલુ વાહને નહાવા લાગ્યું, Video

હાલમાં ગરમીથી લોકો ખૂબ જ પરેશાન છે જેના કારણે બહાર નીકળવા તેઓ ટાળે છે. કામ સિવાય લોકો બહાર નથી નીકળી રહ્યા ત્યારે હવે એક કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે ગરમીથી બચવા માટે એવો જુગાડ કર્યો છે જે જોઇ...
આ couple રસ્તા વચ્ચે ચાલુ વાહને નહાવા લાગ્યું  video

હાલમાં ગરમીથી લોકો ખૂબ જ પરેશાન છે જેના કારણે બહાર નીકળવા તેઓ ટાળે છે. કામ સિવાય લોકો બહાર નથી નીકળી રહ્યા ત્યારે હવે એક કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેણે ગરમીથી બચવા માટે એવો જુગાડ કર્યો છે જે જોઇ તમે પણ તમારું માથું એક સમય માટે ખંજવાડતા રહી જશો. આ વીડિયો જોયા પછી તમને થશે કે લોકો આવું કેમ કરતા હશે. માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે. જોકે, કપલની આ હરકત હવે તેને ભારે પડી રહી છે.

Advertisement

Couple ચાલતા વાહન પર નહાવા લાગ્યું

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યા આવા અનેકો વીડિયો તમને મળી જશે, જેમા થોડી લાઈક્સ માટે પોતાને અને અન્ય લોકોને પણ નુકસાન થવાની સંભાવનાઓ વધી જાય છે. હવે આવો જ એક વીડિયો છે જે મહારાષ્ટ્રના ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસનો કહેવાઈ રહ્યો છે, જ્યાં એક યુવક અને યુવતીએ ચાલતા વાહન પર ન્હાવા જતાં ગીત પર 'રીલ' શૂટ કરીને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. "ચુભતી જલતી ગરમી કા મૌસમ આયા". સ્કૂટી પર સ્નાન કરતા કપલ શહેરના ઘણા રસ્તાઓ પર ફર્યા અને વિચિત્ર કૃત્યો કર્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે યુવક અને યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરી છે.

Advertisement

ડોલમાંથી પાણી કાઢી કપલે ઉડાડી ગરમી

Advertisement

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગરમીથી પરેશાન એક છોકરો અને છોકરી ચાલતી સ્કૂટી પર પાણી ભરેલી ડોલ લઈને નહાવા લાગે છે. જ્યારે છોકરો સ્કૂટી ચલાવી રહ્યો છે, ત્યારે છોકરી પાણીથી ભરેલી ડોલ લઈને સ્કૂટી પર બેઠી છે. તે સમયાંતરે ડોલમાંથી પાણી કાઢે છે અને તેને પોતાના પર અને પછી છોકરા પર રેડે છે. આ કપલને રસ્તા પર નહાતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને કહી શકાય કે કપલ ગરમીથી બચવા માટે આવું કૃત્ય કરી રહ્યું છે. વીડિયોમાં દેખાતા આ યુવકનું નામ આદર્શ શુક્લા (32) છે અને તે ઉનાળાની કાળઝાળ ગરમીની ઋતુની જાહેરાત પર રીલ બનાવતો જોવા મળ્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને પોલીસે આ બાબતની નોંધ લેતા યુવકનું ચલણ કાપી નાખ્યું હતું. થાણે જિલ્લાની મધ્યવર્તી પોલીસે આદર્શ શુક્લા વિરુદ્ધ મોટર વાહન અધિનિયમની કલમ 327 હેઠળ હેલ્મેટ ન પહેરવા અને જીવને જોખમમાં મૂકવા બદલ કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો – પાપુઆ ન્યુ ગીનીમાં PM મોદીએ કહ્યું : વિશ્વએ ગ્લોબલ સાઉથની શક્તિને સમજવી જોઈએ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.