5 માં માળેથી માસૂમ પર પડ્યો પાલતું કૂતરો, બાળકીએ ગુમાવ્યો જીવ
બાળકી પર 5 માં માળેથી અચાનક Dog પડ્યો
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું
કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે
Thane Child Viral Video: Mumbai ની નજીક આવેલા થાણેમાં તીન વર્ષની એક બાળકની કરુણ દુર્ઘટનામાં મોત થઈ છે. આ બાળકી તેની માતા સાથે રસ્તા પરથી પસાર થઈ રહી હતી. ત્યારે જ એક ઈમારતના પાંચમાં માળેથી આ બાળકી પર આકસ્મિક સ્વરૂપે કુતરો પડ્યો હતો. ત્યારે Dog બાળકી પર પડવાથી તેણી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ સંપૂર્ણ ઘટના નજીકના એક સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે આ ઘટના મંગળવારના રોજ ઘટી હતી.
બાળકી પર 5 માં માળેથી અચાનક Dog પડ્યો
આ ઘટના થાણેની નજીક આવેલા મુંબ્રા વિસ્તારની નજીક અમૃત નગરમાં ઘટી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલાની સાથે એક 3 વર્ષની બાળક ચાલી રહી હતી. અમૃત નગરના ચિરાગ મેન્શનન ઈમારત નજીકથી જ્યારે આ મહિલા સાથે બાળકી પસાર થઈ હતી. ત્યારે આ ઈમારત પરથી અચાનક પાંચમાં માળેથી Dog પડ્યો હતો. અને તેણે બાળકને ગંભીર રીતે ઘાયલ કરી હતી. ત્યારે આ ઘટનાની સાથે બાળકીની આસપાસ અનેક લોકો આવી પહોંચ્યા હતાં.
MUMBRA | A tragic incident occurred in Mumbra, where a dog fell on a three-year-old child, resulting in her death. The child was walking with her mother when the dog, which was on the fifth floor of a building, jumped off and landed on the child. The incident took place in the… pic.twitter.com/lBQHjLnXDz
— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) August 7, 2024
આ પણ વાંચો: હસીનાએ Banana with Chicken વાનગીનો વીડિયો બનાવ્યો, લોકોએ વાનગી છોડી...
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું
તો બાળકી જે મહિલા સાથે ચાલી રહી હતી, તે તાત્લાકિલ ધોરણે બાળકીને ખોળામાં લઈને રસ્તા પર દોડવા લાગે છે. કારણ કે... બાળકી પર ભારે-ભારખમ Dog પડવાથી તેણી બેહોશ થઈ ગઈ હતી. આ અકસ્માતને કારણે બાળકીની હાલત એટલી ગંભીર બની ગઈ હતી કે મહિલા તેને પોતાના ખોળામાં લઈને નજીકની હોસ્પિટલમાં દોડીને લઈ ગઈ હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. પાંચમા માળેથી પડ્યા પછી પણ કૂતરાને કંઈ થયું નહીં. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે Dog થોડીવાર નીચે પડ્યો રહ્યો, ત્યારબાદ તે ઉભો થઈ ગયો અને ધીમે ધીમે ત્યાંથી જતો રહ્યો હતો.
કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે
Dog પડી જવાને કારણે ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. તે પાલતુ કૂતરાના માલિકનું નામ ઝૈદ સૈયદ હોવાનું કહેવાય છે અને તે મુંબ્રાના અમૃત નગરમાં ચિરાગ મેન્શનનો રહેવાસી છે. ઘટનાની માહિતી મળતાં જ પ્રાણી પ્રેમી મુઝના આ કૂતરાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાં જ મુંબ્રા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મુંબ્રા પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસમાં હાથ ધરી છે.
આ પણ વાંચો: બાળકોની સારસંભાળ રાખવા આવેલી મહિલા સાથે બાળકોના પિતાએ...