Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NASA ના અવકાશયાત્રીએ ભારતની આશ્ચર્યજનક તસવીર કરી શેર,

ભારતમાં રાત્રીના સમયે આકાશમાં એક આશ્ચર્યજનક નજારો વાદળોના મધ્યમાં Thunderstorm જેવો નજરો જોવા મળ્યો આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય Lightning over India: તાજેતરમાં નાસાના અવકાશયાત્રી Matthew Dominick એ Space માંથી કેમેરામાં કેદ કરવામાં આવેલી...
nasa ના અવકાશયાત્રીએ ભારતની આશ્ચર્યજનક તસવીર કરી શેર
  • ભારતમાં રાત્રીના સમયે આકાશમાં એક આશ્ચર્યજનક નજારો

  • વાદળોના મધ્યમાં Thunderstorm જેવો નજરો જોવા મળ્યો

  • આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય

Lightning over India: તાજેતરમાં નાસાના અવકાશયાત્રી Matthew Dominick એ Space માંથી કેમેરામાં કેદ કરવામાં આવેલી ભારતની એક અનોખી તસવીર શેર કરી છે. જોકે આ તસવીર અવકાશયાત્રી Matthew Dominick તેના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવીરમાં વરસાદના સમયગાળામાં જે પ્રકારની વિજળી (lightning strike) જોવા મળે છે, તેવા દ્રશ્યો આ તસવીરમાં કેદ થયા છે. આ તસવીરમાં આકળગંગાના કેન્દ્રમાં જે રોશની હોય છે, તેવી વાદળી રંગની રોશની (lightning strike) દેખાઈ રહી છે.

Advertisement

ભારતમાં રાત્રીના સમયે આકાશમાં એક આશ્ચર્યજનક નજારો

અવકાશયાત્રી Matthew Dominick ની શેર કરેલી તસવીરે ભારત સહિત તમામ Space સંસ્થાઓને મુંઝવણમાં મૂકી દીધા છે. તે ઉપરાંત આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જોકે આ તસવીર એટલી વાસ્તવિક છે કે, તેને કોઈ પણ પ્રકારની Editing ની જરૂર નથી. તો Matthew Dominick એ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ભારતમાં રાત્રીના સમયે આકાશમાં એક આશ્ચર્યજનક નજારો જોવા (lightning strike) મળ્યો હતો. અને આ તસવીરને કેદ કરવા માટે મેં બર્સ્ટ મોડનો ઉપયોગ કર્યો હતો. કારણ કે... આ ઘટનાની વાસ્તવિક તસવીર કેદ કરવી હતી.

આ પણ વાંચો: ધરતી પર પરત ફરવાની આશા વચ્ચે અંતરિક્ષમાં સુનિતા વિલિયમ્સની તબિયત લથડી

Advertisement

વાદળોના મધ્યમાં Thunderstorm જેવો નજરો જોવા મળ્યો

Matthew Dominick એ વધુમાં જણાવ્યું છે કે, જ્યારે Space યાન ઝડપથી ફરી રહ્યું હતું, ત્યારે 1/5 સેકન્ડના એક્સપોઝર ટાઈમ સાથે આ તસવીર કેદ કરી હતી. જોકે આ નજરાઓ સંપૂર્ણ ભારતની ઉપર આવેલા વિસ્તારમાં નહીં, પરંતુ એક શહેરની ઉપર આવેલા એકસાથે અનેક વાદળો (lightning strike) નજીક આવ્યા હતાં. ત્યારે વાદળોના મધ્યમાં આ Thunderstorm જેવો નજરો જોવા મળ્યો હતો. ત્યારે આ પોસ્ટના કોમેન્ટ સેકન્શનમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.

Advertisement

આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય

આ તસવીરે સોશિયલ મીડિયા પર માત્ર તારીફો જ નહીં, પરંતુ લોકપ્રિયતા પણ મેળવી છે. આ અનોખો નજારો જોઈને લોકો ચોંકી ગયા છે અને આ અદભૂત તસવીરના વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને કુદરતનો અદભુત ચમત્કાર ગણાવી રહ્યા છે. તો કેટલાક તેને ડોમિનિકની પરફેક્ટ ફોટોગ્રાફીનું પરિણામ ગણાવી રહ્યા છે. જોકે અવકાશમાંથી લેવાયેલ આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય આપણી દુનિયાને કેવી રીતે વધુ સુંદર બનાવે છે.

આ પણ વાંચો: તૂફાનને કારણે સાગરમાં જોવા મળતી Jellyfish અંબરમાં નજરે આવી

Tags :
Advertisement

.