Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચંદ્રયાન-3 મિશનની સફળતા પર NASA, ESA અને UKSA જેવી સ્પેસ એજન્સીઓએ પાઠવ્યા અભિનંદન

ભારતના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કર્યુ, આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો. લેન્ડરને આ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, જે ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. આ માત્ર ભારત માટે જ નહીં...
ચંદ્રયાન 3 મિશનની સફળતા પર nasa  esa અને uksa જેવી સ્પેસ એજન્સીઓએ પાઠવ્યા અભિનંદન

ભારતના ચંદ્રયાન-3 ઉપગ્રહે બુધવારે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર પર વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક લેન્ડ કર્યુ, આ સાથે ભારતે ઈતિહાસ રચ્યો. લેન્ડરને આ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, જે ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું. આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી ઉપલબ્ધિ છે. મિશનની સફળતા માટે દેશભરમાં પ્રાર્થનાઓ ચાલી રહી હતી. વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોની નજર તેના પર ટકેલી હતી.

Advertisement

ભારતના ચંદ્રયાન-3 એ અવકાશમાં તેની ક્ષમતા સાબિત કરતી વખતે એવું કામ કર્યું જે આજ સુધી કોઈ દેશ કરી શક્યો નથી. ISROના ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે બુધવારે (23 ઓગસ્ટ) ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું છે. હજુ સુધી કોઈ દેશ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો નથી. આ સિદ્ધિ પર જ્યાં સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે, ત્યારે વિશ્વની સૌથી મોટી અંતરિક્ષ એજન્સીઓ પણ ભારતને આ ઐતિહાસિક સફળતા માટે અભિનંદન આપી રહી છે.

નાસા, યુકે સ્પેસ એજન્સી, યુરોપિયન સ્પેસ એજન્સી સહિતની ઘણી સ્પેસ એજન્સીઓએ ટ્વીટ કરીને ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. યુકે સ્પેસ એજન્સીએ ટ્વિટ કર્યું, "ભારતના ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચ્યો છે. ઈસરોને અભિનંદન." યુરોપિયન સ્પેસ એજન્સીએ લખ્યું, "ઇસરોની ચંદ્રયાન-3 ટીમને અભિનંદન."

Advertisement

ચંદ્રયાન-3ની સફળતા બદલ ISROને અભિનંદન

Advertisement

NASA એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને ટ્વિટ કર્યું, "ચંદ્રયાન-3ના સફળ દક્ષિણ ધ્રુવ લેન્ડિંગ પર ISRO અને ભારતને અભિનંદન. ભારત ચંદ્ર પર અવકાશયાનને સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ કરનાર ચોથો દેશ બન્યો. તમારા ભાગીદાર બનવાનો આનંદ છે."

યુરોપિયન સ્પેસ એજન્સીના ડિરેક્ટર જનરલે શું કહ્યું ?

યુરોપિયન સ્પેસ એજન્સીના ડાયરેક્ટર જનરલ જોસેફ એશબેકરે પણ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કર્યું, "ચંદ્રયાન-3ની અતુલ્ય સફળતા માટે ISRO અને સમગ્ર ભારતને અભિનંદન."

તેમણે આગળ લખ્યું, "ભારતનું પ્રથમ સોફ્ટ લેન્ડિંગ હાંસલ કરવાની કેટલી અદ્ભુત રીત છે. હું સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છું. આ પ્રક્રિયામાં તેમના અમૂલ્ય સમર્થન માટે ESA ઓપરેશન્સને પણ અભિનંદન. અમે પણ ઘણું શીખી રહ્યા છીએ. ભારત એક મજબૂત આંતરરાષ્ટ્રીય ભાગીદાર, એક શક્તિશાળી ભાગીદાર છે. "

Tags :
Advertisement

.