Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાતરના કારણે 36 ફ્લાઈટ રદ કરાઈ, એરપોર્ટ પર મચી અફરા-તફરી

Chitose airport પર કાતર ગુમ થઈ ગઈ લાંબાસમયની તપાસ બાદ Flights શરું કરાઈ મેનેજમેન્ટને સુધારવા માટે સંપૂર્ણ રીતે કામ કરીશું Scissors Missing At Japan Airport: એરપોર્ટ પ્રશાસન સુરક્ષાને લઈને હંમેશા કડક કાર્યવાહી કરતા હોય છે. મુસાફરોની સુરક્ષા માટે નાની...
કાતરના કારણે 36 ફ્લાઈટ રદ કરાઈ  એરપોર્ટ પર મચી અફરા તફરી
  • Chitose airport પર કાતર ગુમ થઈ ગઈ

  • લાંબાસમયની તપાસ બાદ Flights શરું કરાઈ

  • મેનેજમેન્ટને સુધારવા માટે સંપૂર્ણ રીતે કામ કરીશું

Scissors Missing At Japan Airport: એરપોર્ટ પ્રશાસન સુરક્ષાને લઈને હંમેશા કડક કાર્યવાહી કરતા હોય છે. મુસાફરોની સુરક્ષા માટે નાની નાની બાબતો પર પણ ધ્યાન આપવામાં આવે છે. ફ્લાઈટમાં કાતર (Scissors) અને ચપ્પું વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. ત્યારે Japan ની અંદર એક Scissors ને કારણે એકસાથે 36 Flights રદ કરવામાં આવી હતી. તે ઉપરાંત 200 થી વધુ Flights મોડી પડી હતી. જેના કારમે હજારો મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

Advertisement

Chitose airport પર કાતર ગુમ થઈ

આંતરરાષ્ટ્રીય અહેવાલ અનુસાર, એવું બન્યું કે Japan ના Hokkaido Airport ના Chitose airport પર Scissors ગુમ થઈ ગઈ હતી. આ Scissors ગાયબ થવાની માહિતી મળતાં જ એરપોર્ટ પર સુરક્ષાને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે સુરક્ષા તપાસ પણ લગભગ બે કલાક માટે મોકૂફ રાખવી પડી હતી. કારણ કે... સુરક્ષા અધિકારીઓને ચિંતા એ હતી કે કોઈ સુરક્ષાનો ભંગ કરીને તેને ફ્લાઈટમાં લઈ જઈ શકે છે. Japan માં આવેલું આ એરપોર્ટ મુસાફરીની દ્રષ્ટિએ તે દેશનું બીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

આ પણ વાંચો: જર્મનીનો સંગીત સમારોહ ધૂનના બદલે બચાવોની ચીસોથી ગુંજ્યો

Advertisement

લાંબાસમયની તપાસ બાદ Flights શરું કરાઈ

Japan એરલાઇન ANA એ પણ મુસાફરોને સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે સુરક્ષા તપાસને કારણે Flights મોડી અથવા રદ થઈ શકે છે. આ ઘટનાને આતંકવાદની શક્યતા પણ માનવામાં આવી રહી હતી. જેથી એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. જોકે લાંબાસમયની તપાસ બાદ Flights સામાન્ય રીતે ચાલુ કરવામાં આવી હતી. જોકે ત્યાં સુધી પણ Scissors તો મળી ન હતી. પરંતુ Flights શરું કર્યા પછી પણ મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

મેનેજમેન્ટને સુધારવા માટે સંપૂર્ણ રીતે કામ કરીશું

તો એરપોર્ટ પર આવેલા જે સ્થાન પરથી Scissors ખોવાઈ હતી. ત્યાંથી Scissors મળી આવી હતી. પરંતુ આ અંગે માહિતી પણ મોડી આપવામાં આવી હતી. ત્યારે Japan ના વાહનવ્યવહાર અને પર્યટન મંત્રાલયે Hokkaido Airport ને આ ઘટના ફરી ન બને તે માટે તપાસ કરવા જણાવ્યું હતું. Hokkaido Airport એ એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે સ્ટોરેજની સમસ્યા અને સ્ટોરમાં નબળા મેનેજમેન્ટને કારણે આ ઘટના બની છે. તેના કારણે વિમાન હાઈજેક અથવા આતંકવાદી જેવી ઘટના બની શકે છે. ફરી એકવાર અમે મેનેજમેન્ટને સુધારવા માટે સંપૂર્ણ રીતે કામ કરીશું.

આ પણ વાંચો: દરિયામાં આવેલા તોફાનમાં જગવિખ્યાત ઉદ્યોગપતિ Mike Lynch લાપતા

Tags :
Advertisement

.