ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હું અને મારી માતા એકસાથે વૃદ્ધ થવાનો આનંદ માણીશું : દીકરી

હવે, મેં મારું જીવન માતા માટે કુરબાન કરી નાખ્યું છે મેં મારા 16 વર્ષ LA માં માતા વિના વેડફી નાખ્યા આ વીડિયોને 28 લાખ લોકોએ પસંદ કર્યો છે Annie Wonderlich Viral Video: આ જમાનામાં ઘણી ઓછી એવી સંતાનો હોય...
07:31 PM Aug 11, 2024 IST | Aviraj Bagda
Annie Wonderlich viral video, instagram viral video

Annie Wonderlich Viral Video: આ જમાનામાં ઘણી ઓછી એવી સંતાનો હોય છે, જે પોતાનું સંપૂર્ણ જીવન તેના માતા-પિતાના નામે કરી નાખે છે. વાસ્તવિક ધોરણે દરેક વ્યક્તિ એક ઉંમર પર આવીને પોતાના જીવનને સફળ બનાવવા પર ખાસ ધ્યાન આપે છે. તેના અંતર્ગત માતા-પિતાની પ્રત્યેની જવાબદારીમાં તેઓ પીછેહઠ કરતા હોય છે. કારણ કે... એક ઉંમર પછી માતા-પિતાની સંતાનનું પણ એક પોતાનું નાનું પરિવાર શરું થઈ ગયું હોય છે. પરંતુ આ કળયુગમાં એક 40 વર્ષની મહિલા છે, જેણે પોતાનું જીવન તેની માતા માટે કુરબાન કરી નાખ્યું છે.

હવે, મેં મારું જીવન માતા માટે કુરબાન કરી નાખ્યું છે

આ મહિલાનું નામ Annie Wonderlich છે. તેણે instagram પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાના અંગત જીવન વિશે માહિતી શેર કરી છે. Annie Wonderlich એ પોતાની માતાના ઘરની પાસે એક નાનું લાકડાનું ઘર બનાવીને રહે છે. Annie Wonderlich એ અવિવાહિત છે. Annie Wonderlich સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટના કેપ્શનમાં જણાવ્યું છે કે, મેં ક્યારે પણ વિચાર્યું ન હતું, કે હું 40 વર્ષે પણ એકલવાયું જીવન પસાર કરીશ. ના કોઈ પુરુષ કે ના પછી કોઈ બાળક, માત્ર માતાના ઘરની પાસે એક ઘર બનાવીને સમય વીતાવતી રહીશ.

આ પણ વાંચો: શાળાની ખુશબૂ મેડમએ સોશિયલ મીડિયા હચમચાવી નાખ્યું, જુઓ વીડિયો

મેં મારા 16 વર્ષ LA માં માતા વિના વેડફી નાખ્યા

Annie Wonderlich એ વધુમાં કહ્યું કે, પરંતુ આ જીવનને હું આવી જ રીતે પસાર કરવા માગું છું. મને એક વ્યક્તિની સેવા કરવામાં ઘણો આનંદ મળે છે, જેણે મારી બાળપણમાં દરેક પરિસ્થિતમાં દેખરેખ કરી હતી. હું હવે, એ વેડફાયેલા સમયનું ભૂગતાન કરી રહ્યું છું, જે મારાથી 16 વર્ષ સુધી LA માં પસાર થઈ ગયા હતાં. મારી માતા મારી માટે સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને તેનો હું આનંદ માણું છું. હું ખરેખર ખુશનસીબ માનું છું પોતાને કે, જીવનના આ ચરણ પર હું મારી માતા સાથે સમય વિતાવી રહી છું. ભગવાન તરફથી અમને એ સુંદર અવસર મળ્યો છે, જેમાં અમે બંને એકસાથે વૃદ્ધ થવાનો આનંદ માણી શકશું.

આ વીડિયોને 28 લાખ લોકોએ પસંદ કર્યો છે

આ વીડિયો instagram પર annnsvan એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.8 મિલિયન એટલે 28 લાખ લોકોએ પસંદ કર્યો છે. તે ઉપરાંત આ વીડિયોના કેપ્શનમાં લોકોને પ્રતિક્રિયાની રેલમછેલ જોવા મળી રહી છે. અનેક લોકો Annie Wonderlich ની પ્રશંસા કરી રહ્યા છે. તે ઉપરાંત મોટાભાગના લોકો Annie Wonderlich ની માતાની પરવરિશને પણ બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો: ટ્યુશન ટીચરે પ્રેમ જાળમાં ફસાવી વિદ્યાર્થીને આત્મહત્યા કરવા પર કર્યો મજબૂર

Tags :
Annie WonderlichAnnie Wonderlich Viral Videodaughter loveGujarat FirstInstagraminstagram viral videoInternationalLALas Vegaslovemothermothers lovevanViralViral Newsviral video
Next Article