Viral Video : અસલી-નકલી પનીર વચ્ચેનો તફાવત દર્શાવતો વીડિયો, તમારે પણ ખાતા પહેલા જોવો જોઈએ
- અસલી અને નકલી પનીર ચેક કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
- 'બ્રેડ પકોડા ક્વોલિટી ચેક' વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 1.8 કરોડ વ્યૂઝ મળ્યા
- એક વ્યક્તિ બ્રેક પકોડામાં પનીરનું લાઈવ ટેસ્ટિંગ કરી રહ્યો છે
Viral Video : બજારમાં નકલી પનીર મોટા પ્રમાણમાં ખરીદવામાં અને વેચવામાં આવી રહ્યું છે. લોકોને પનીર ખાવાનો ખૂબ શોખ છે અને પનીર સાથે જોડાયેલી ઘણી ખાદ્ય ચીજો લોકોને ખૂબ જ ગમે છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ બ્રેક પકોડામાં પનીરનું લાઈવ ટેસ્ટિંગ કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે, લોકો કેવી રીતે નકલી પનીરનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે.
વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 1.8 કરોડ વ્યૂઝ મળ્યા
નિખિલ સૈનીના 'બ્રેડ પકોડા ક્વોલિટી ચેક' વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 1.8 કરોડ વ્યૂઝ મળ્યા છે. વાયરલ વીડિયોમાં તે બ્રેડ પકોડામાંથી પનીર કાઢતો જોવા મળે છે. આ પછી તેણે પનીર તપાસવા માટે હુંફાળા પાણી અને આયોડિન ટિંકચરનો ઉપયોગ કર્યો. ચીઝ કાળું થઈ રહ્યું હતુ.
પનીરના બીજા ભાગ પર આવ્યું આ પરિણામ
આ પછી, નિખિલ સૈનીએ આવી જ રીતે પનીરના બીજા ટુકડાની તપાસ કરી. આ વખતે પનીરનો ટુકડો કાળો ન થયો. નિખિલના કહેવા પ્રમાણે, આનાથી સ્પષ્ટ થઈ ગયું કે, પનીરનો જે ટુકડો કાળો થઈ ગયો હતો તે નકલી હતો અને જે પનીરને વધારે અસર થઈ ન હતી તે અસલી પનીર હતુ.
View this post on Instagram
આ પણ વાંચો : Rose Day Funny Memes: રોઝ ડે પર સોશિયલ મીડિયામાં રમુજી મીમ્સ થયા વાયરલ
વીડિયો પર લોકોની પ્રતિક્રિયા
નિખિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, લોકો 30 રૂપિયામાં પનીર બ્રેડ પકોડા ખૂબ જ શોખથી ખાય છે, હવે નકલી પનીર નહીં તો શું મળશે? એક વ્યક્તિએ લખ્યું કે, આ ટેસ્ટ જ ખોટો છે; નકલી પનીર વિશેનું સત્ય આ રીતે જાણી શકાય નહીં.
બીજા એક વ્યક્તિએ લખ્યું કે 25 રૂપિયાના બ્રેડ પકોડામાં આટલી મોટી માત્રામાં પનીર જોઈને તમે સમજી શકો છો કે દાળમાં કંઈક કાળું છે. એકે લખ્યું કે આનો મતલબ છે કે હવે 25 રૂપિયાની કિંમતના બ્રેડ પકોડા ખાતા પહેલા 200 રૂપિયાની બોટલ ખરીદવી પડશે અને જો પનીર સાચુ નીકળશે તો પનીર પણ વેડફાશે. બીજાએ લખ્યું કે હું તમારી વાત માનતો નથી, મારી માતા કહે છે કે બંને પક્ષોને સાંભળો અને પછી નિર્ણય લો, તેથી હલવાઈ સાથે રીલ બનાવો.
આ પણ વાંચો : Viral Video:દાદીનો 'લૈલા મેં લૈલા' સોંગ પર જબરદસ્ત ડાન્સ, જુઓ Video