Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળી, 127 લોકોના થયા મોત

ઈન્ડોનેશિયા (Indonesia)થી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ (Football Match) દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 127 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ફાટી નીકળેલી આ હિંસામાં 35 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 લોકોના મોત થયા હતા. વળી 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.ફૂટબોલ મેચ દરમિયાન થયà«
ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળી  127 લોકોના થયા મોત
ઈન્ડોનેશિયા (Indonesia)થી મોટા સમાચાર આવી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ (Football Match) દરમિયાન સ્ટેડિયમમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 127 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, ફૂટબોલ મેચ દરમિયાન સ્ટેડિયમમાં ફાટી નીકળેલી આ હિંસામાં 35 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન 92 લોકોના મોત થયા હતા. વળી 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.
ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં 127 લોકોના મોત 
ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચમાં એક ટીમના હાર્યા બાદ મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી. પૂર્વ જાવાના મલંગ રીજન્સીમાં થયેલી મેચમાં અરેમાને 3-2થી હરાવ્યા બાદ જાવાનીસ ક્લબ અરેમા અને પર્સેબાયા સુરબાયાના સમર્થકોએ એકબીજા સાથે લડાઇ શરૂ કરી દીધી હતી. AFP ન્યૂઝ એજન્સીએ પોલીસને ટાંકીને આ જાણકારી આપી છે. આ ફૂટબોલ મેચ દરમિયાન થયેલી હિંસામાં 127 લોકોના મોત થયા છે જ્યારે 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. 
Advertisement

રસ્તા ઓછા હોવાના કારણે ઘણા લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા
કહેવામાં આવી રહ્યું છે કે ફૂટબોલ ટીમ અરેમાની હારથી નારાજ સમર્થકોએ મેદાન પર હુમલો કર્યો. આ પછી પોલીસે બેકાબૂ ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. એવો દાવો કરવામાં આવે છે કે સ્ટેડિયમમાં બહાર નીકળવાના રસ્તા ઓછા હોવાના કારણે ઘણા લોકો ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે હિંસાને કારણે અનેક લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયા લીગની આ મેચ ઈસ્ટ જાવા શહેરમાં રમાઈ રહી હતી.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
હિંસા બાદ સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એક વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મોટી સંખ્યામાં લોકો મેદાનમાં ઉતર્યા છે. વિડીયોમાં આ લોકો ફૂટબોલને આમથી તેમ ફેંકતા જોવા મળે છે. આ પછી પોલીસકર્મીઓ વિડીયોમાં જોવા મળે છે અને તેઓ લોકોનો પીછો કરી રહ્યા છે. વિડીયોમાં કેટલાક લોકો ખેલાડીઓ પર હુમલો કરતા પણ જોવા મળે છે. પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો અને લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ પણ છોડ્યા.
Advertisement

ઇન્ડોનેશિયન લીગ 1 અઠવાડિયા માટે સ્થગિત
આ હિંસક ઘટના બાદ ઈન્ડોનેશિયાની લીગને એક સપ્તાહ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. લીગના અધિકારીઓએ દાવો કર્યો છે કે હિંસાના પરિણામે અનેક લોકોના મોત થયા છે, પરંતુ માર્યા ગયેલા પીડિતોની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયાની લીગ ઇન્ડોનેશિયાની સૌથી મોટી ફૂટબોલ ગેમ છે. જેમાં ઈન્ડોનેશિયાની 18 ક્લબનો સમાવેશ થાય છે.
સુરક્ષા દળોએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું
સ્થિતિ એવી હતી કે અહીં હાજર સુરક્ષા દળોએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. હિંસા વધતી જોઈને ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય સશસ્ત્ર દળોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કોઈક રીતે સેનાના જવાનોએ તોફાની ભીડને સ્ટેડિયમમાંથી બહાર કાઢી હતી. સ્ટેડિયમની બહાર નીકળ્યા બાદ પણ હિંસા શાંત થઈ નહોતી. નોંધપાત્ર રીતે, આ મૃત્યુ ત્યારે થયા જ્યારે પૂર્વ જાવામાં એક મેચ પછી ગુસ્સે થયેલા સમર્થકોએ ફૂટબોલ મેદાન પર હુમલો કર્યો. મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. એએફપી ન્યૂઝ એજન્સીએ પૂર્વ જાવાના પોલીસ વડા નિકો અફિન્ટાને ટાંકીને જણાવ્યું હતું કે સ્ટેડિયમની અંદર 35 લોકોના મોત થયા હતા અને બાકીના હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. 
Tags :
Advertisement

.