Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Video : CM એ શા માટે એવું કહ્યું કે, 'નીતિનભાઈ પાસેથી પાણીપુરી ખાવાના પૈસા ના મળે'

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલનો આજે 68મો જન્મ દિવસ છે, ત્યારે આજે કડી ખાતે દશબ્દી મહારક્તદાન કેમ્પ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો રજતતુલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્મનું આયોજન 27 સમાજ સરદાર યુવક મંડળ...
video   cm એ શા માટે એવું કહ્યું કે   નીતિનભાઈ પાસેથી પાણીપુરી ખાવાના પૈસા ના મળે

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલનો આજે 68મો જન્મ દિવસ છે, ત્યારે આજે કડી ખાતે દશબ્દી મહારક્તદાન કેમ્પ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીનો રજતતુલાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યકર્મનું આયોજન 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા કડી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલના જન્મદિવસ પર વર્ષ 2014થી સતત 27 સમાજ સરદાર યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં નવ રક્તદાન કેમ્પ યોજાઈ ચૂક્યા છે. આજે 2023ની સાલમાં રક્તદાન શિબિરના 10 વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ અને રજતતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમને દિપાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને નીતિન પટેલને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : રાજકોટમાં ફર્નિચરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાખ

Advertisement

Tags :
Advertisement

.