Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશના ટોચના રેસલર્સના દિલ્હીના જંતર-મંતર પર ધરણા, કહ્યું ગુલામો જેવો વ્યવહાર નહીં ચલાવી લઇએ

બજરંગ પૂનિયાના નેતૃત્વમાં વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક, સોનમ મલિક અને અંશુ મલિક સહિત ભારતના ટોપના પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સામે  બાંયો ચઢાવી છે. દિલ્હીના જતંર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા આ તમામ લોકોનું કહેવું છે કે ફેડરેશન પહેલવાનો સાથે ગુલામ જેવો વ્યવહાર કરી રહ્યું છે.. સાથે જે તેમણે કહ્યું કે માંગણી પુરી ના થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રીય કે આંતરરાષà«
દેશના ટોચના રેસલર્સના દિલ્હીના જંતર મંતર પર ધરણા  કહ્યું ગુલામો જેવો વ્યવહાર નહીં ચલાવી લઇએ
બજરંગ પૂનિયાના નેતૃત્વમાં વિનેશ ફોગાટ, સંગીતા ફોગાટ, સાક્ષી મલિક, સોનમ મલિક અને અંશુ મલિક સહિત ભારતના ટોપના પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) સામે  બાંયો ચઢાવી છે. દિલ્હીના જતંર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા આ તમામ લોકોનું કહેવું છે કે ફેડરેશન પહેલવાનો સાથે ગુલામ જેવો વ્યવહાર કરી રહ્યું છે.. સાથે જે તેમણે કહ્યું કે માંગણી પુરી ના થાય ત્યાં સુધી તેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. પહેલવાનોનું કહેવું છે કે પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રાલય તરફથી સંજ્ઞાન લીધા પછી જ ધરણા ખતમ કરીશું, નહીંતર યથાવત્ રાખીશું.
અમારે રાજનીતિ સાથે કોઇ લેવા-દેવા નથીઃ બજરંગ પુનિયા 
બજરંગ પૂનિયા સહિત લગભગ એક ડઝન પહેલવાનો જંતર મંતર પર છે. બુધવારે બપોરે પ્રદર્શન શરુ થતા પહેલા બજરંગ પુનિયાએ કહ્યું કે અમારો વિરોધ પહેલવાનોના હિતોનું ધ્યાન રાખ્યા વગર રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જે રીતે કામ કરી રહી  છે તેની સામે છે.. આમાં કોઇ પ્રકારની રાજનીતિ સાથે લેવા-દેવા નથી. અમે અહીં કોઇ રાજનેતાને આમંત્રિત કર્યા નથી. આ વિશુદ્ધ રુપથી પહેલવાનોનો વિરોધ છે.
હવે ચૂપ રહીને સહન નહીં કરીએઃ બજરંગ પુનિયા 
ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પૂનિયાએ એ પણ કહ્યું કે અમે અહીં તે પહેલવાનોના મુદ્દા ઉઠાવવા માટે એકઠા થયા છીએ જેમનું કોઇ સાંભળતું નથી. પહેલવાનોએ ચુપચાપ ઘણું બધું સહન કર્યું છે પણ હવે અમે નક્કી કર્યું છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (Wrestling Federation of India) તરફથી લેવામાં આવી રહેલા એકતરફી નિર્ણયો સામે અમે હવે ચુપ રહીશું નહીં. ભારતના બધા શીર્ષ પહેલવાન ત્યાં સુધી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ નહીં લે જ્યાં સુધી અમારી માંગણી પુરી ના થઇ જાય અને ભારતીય કુશ્તી મહાસંઘ અમારી સાથે સારો વ્યવહાર ના કરે. પહેલવાનોની પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહ મંત્રી કાર્યાલયને વિનંતી છે કે અમારી અને ખેલની મદદ કરો
અમારી સાથે કેવો વ્યવહાર થાય છે તે કોઇ ક્યાં જાણે છેઃ બજરંગ પુનિયા 
બજરંગ પૂનિયાએ કહ્યું કે અમે ભારત માટે મેડલ જીતીએ છીએ તો દરેક સેલિબ્રેશન કરે છે પણ તે પછી કોઇને ચિંતા નથી હોતી કે અમારી સાથે ફેડરેશન દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવે છે. પહેલવાનો સાથે ભારતીય કુશ્તી મહાસંઘ ગુલામો જેવો વ્યવહાર કરી શકે નહીં. આજે અમે મહાસંઘમાં ઘણા વર્ષોથી ચાલી આવી રહેલી તાનાશાહીની વાત કરીશું. કોઇ એ નથી પૂછતું કે કુશ્તીને શું જોઈએ. આ ઠીક  નથી. અમે તેને ચુપચાપ સહન કરતા રહ્યા પણ હવે વધારે સહન કરીશું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.