બ્રિજભૂષણના નાર્કો ટેસ્ટ ચેલેન્જને કુસ્તીબાજોએ સ્વીકાર્યો, કહ્યું- અમે તૈયાર છીએ
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે કુસ્તીબાજોએ દિલ્હીના જંતર માતર ખાતે વિરોધ કર્યો. દરમિયાન બ્રિજ ભૂષણ સિંહે કહ્યું છે કે જો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પણ આ ટેસ્ટમાંથી પસાર થાય તો તેઓ પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. કુસ્તીબાજો ન્યાય માટે ધરણા પર બેઠા છે. જણાવી દઇએ કે, બીજેપી સાંસદ અને રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે કુસ્તીબાજોને નાર્કો ટેસ્ટ કરાવવાનો પડકાર ફેંક્યો હતો. કુસ્તીબાજોએ તેનો સ્વીકાર કર્યો છે. સોમવારે બજરંગ પુનિયાએ કહ્યું કે અમે બધા કોઈપણ ટેસ્ટ માટે તૈયાર છીએ, પરંતુ તે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવું જોઈએ. નાર્કો ટેસ્ટ લાઈવ હોવો જોઈએ જેથી આખો દેશ સવાલ-જવાબ સાંભળી શકે.
કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહનો પડકાર સ્વીકાર્યો
યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું આંદોલન ચાલુ છે. WFI ચીફ સામે હડતાળ પર બેઠેલા કુસ્તીબાજોના સમર્થનમાં હરિયાણાના રોહતકમાં ખાપ પંચાયતની બેઠક યોજાઈ હતી. જેમાં બ્રિજભૂષણ શરણ સિંહનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ પછી, Wrestling Federation of India ચીફે કહ્યું કે, તેઓ કોઈપણ તપાસ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, તેમની સાથે કુસ્તીબાજોનો નાર્કો ટેસ્ટ પણ કરાવવો જોઈએ. હવે બજરંગ પુનિયાનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે કુસ્તીબાજ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે. જીહા, દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા રેસલર્સે યૌન ઉત્પીડનના આરોપી બ્રિજભૂષણ શરણ સિંહની ચેલેન્જ સ્વીકારી લીધી છે. બજરંગ પુનિયાએ કહ્યું છે કે, તે બ્રિજભૂષણ શરણ સિંહનો પડકાર સ્વીકારે છે. કુશ્તીમાં મોટા કુસ્તીબાજોને હરાવનાર બજરંગ પુનિયાએ કહ્યું કે તે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે. મહિલા રેસલરો પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે. મુખ્ય કોચનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. બજરંગ પુનિયાએ કહ્યું કે, નાર્કો ટેસ્ટ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થવો જોઈએ, અમે બધા નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છીએ. ટોચની મહિલા રેસલર વિનેશ ફોગાટે કહ્યું કે હું મારા દ્વારા બ્રિજભૂષણજીને કહેવા માંગુ છું કે જે છોકરીઓએ ફરિયાદ કરી છે તે તમામ નાર્કો ટેસ્ટ માટે તૈયાર છે.
#WATCH | "I would like to tell Brij Bhushan that not only Vinesh, all the girls who have given the complaint, are ready to undergo the Narco test. It should be done live so that the entire country knows about his cruelty to the daughters of the country," says wrestler Vinesh… https://t.co/24RmbAU9JB pic.twitter.com/4V15l8UBTJ
— ANI (@ANI) May 22, 2023
દેશના ટોચના કુસ્તીબાજો ધરણા પર બેઠા છે
જણાવી દઈએ કે, દેશના ટોચના કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ સાથે 23 એપ્રિલ 2023થી દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે. બ્રિજભૂષણનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં ખાપ પંચાયતો પણ આવી ગઈ છે. રવિવારે રોહતકના મહામ ચૌબીસીમાં ખાપ મહાપંચાયત યોજાઈ હતી. કુસ્તીબાજોના સમર્થનમાં 23 મેના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. 28 મેના રોજ PM મોદી દિલ્હીમાં નવી સંસદનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. તે દિવસે વીર સાવરકર તરીકે પ્રખ્યાત વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મજયંતિ છે. ખાપ પંચાયતે કહ્યું કે દેશભરમાંથી મહિલાઓ કુસ્તીબાજો સાથે એકતા દર્શાવવા તે દિવસે નવી દિલ્હી પહોંચશે.
આ પણ વાંચો - મહાપંચાયત સમક્ષ મહિલા રેસલરની ચેતવણી, કહ્યું- ‘આંદોલન થયું તો દેશને થશે નુકસાન’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ