Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શુગર લેવલ વધતા પગમાં અવશ્ય દેખાતો આ સંકેત, નહીં ઓળખો તો કદાચ કપાવવો પડે છે પગ

ડાયાબિટીસ એ એક ક્રોનિક ડીસિઝ છે, જે જીવનભર રહે છે. ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ જ વધી જાય અથવા થોડી સાદી ભાષામાં સમજીએ તો જ્યારે પેનક્રિયાઝ (સ્વાદુપિંડ) સહેજ પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન ન કરી શકતું હોય અથવા તો બહુ ઓછી માત્રામાં કરતું હોય ત્યારે ડાયાબિટીસની સમસ્યા થાય છે. ડાયાબિટીસના મુખ્યત્વે 2 પ્રકારો છે..ટાઈપ 1 ડાયાબિટીસટાઈપ 2 ડાયાબિà
08:15 AM Aug 16, 2022 IST | Vipul Pandya
ડાયાબિટીસ એ એક ક્રોનિક ડીસિઝ છે, જે જીવનભર રહે છે. ડાયાબિટીસની સમસ્યા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ જ વધી જાય અથવા થોડી સાદી ભાષામાં સમજીએ તો જ્યારે પેનક્રિયાઝ (સ્વાદુપિંડ) સહેજ પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન ન કરી શકતું હોય અથવા તો બહુ ઓછી માત્રામાં કરતું હોય ત્યારે ડાયાબિટીસની સમસ્યા થાય છે. 
ડાયાબિટીસના મુખ્યત્વે 2 પ્રકારો છે..

  • ટાઈપ 1 ડાયાબિટીસ
  • ટાઈપ 2 ડાયાબિટીસ
ડાયાબિટીક ન્યુરોપેથીમાં, અનિયંત્રિત ડાયાબિટીસ તમારી નસોને પ્રભાવિત કરી શકે છે અને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે, પેરિફેરલ વેસ્ક્યુલર ડીસિઝ તમારા લોહીના પ્રવાહને પ્રભાવિત કરે છે, જેના કારણે પગમાં વિવિધ લક્ષણો જોવા મળે છે. પગમાં જોવા મળતા ડાયાબિટીસના કેટલાક લક્ષણો નીચે મુજબ છે.
પગમાં દુખાવો, કળતર અને સુન્નતા:
ડાયાબિટીક ન્યુરોપેથી એ ચેતા નુકસાનનો એક પ્રકાર છે જે ડાયાબિટીસના દર્દીઓમાં થાય છે. મેયો ક્લિનિક મુજબ, ડાયાબિટીક ન્યુરોપેથી પગ અને પગની નસોને નુકસાન પહોંચાડે છે, જેના કારણે પગ અને હાથમાં દુખાવો તેમજ સુન્નતા જેવા લક્ષણો જોવા મળે છે. આ સિવાય તે પાચન તંત્ર, મૂત્ર માર્ગ, રક્ત કોષિકાઓ અને હૃદયને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે, કેટલાક લોકોમાં તેના લક્ષણો ખૂબ જ હળવા જોવા મળે છે જ્યારે કેટલાકમાં તેના લક્ષણો ખૂબ પીડાદાયક હોય છે.
પગમાં અલ્સર:
સામાન્ય રીતે ત્વચામાં તિરાડ અથવા ઊંડા ઘાને અલ્સર કહેવામાં આવે છે. ડાયાબિટીક ફુટ અલ્સર એ ખુલ્લો ઘા છે અને તે ડાયાબિટીસના 15 ટકા દર્દીઓને તેનો સામનો કરવો પડી શકે છે. તે મુખ્યત્વે પગના તળિયામાં થાય છે. કેટલાક કેસોમાં, પગના અલ્સરને કારણે ત્વચાને નુકસાન થાય છે, પરંતુ ગંભીર કેસોમાં શરીરનો તે ભાગ કાપવો પડે છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોનું કહેવું છે કે તેનાથી બચવા માટે શરૂઆતથી જ ડાયાબિટીસના જોખમને ઓછું કરવું ખૂબ જ જરૂરી છે.
એથ્લેટ ફૂટ (પગમાં ધાધર):
ડાયાબિટીસના કારણે નસોને નુકસાન થવાથી એથ્લેટ ફૂટ સહિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. એથ્લેટ ફૂટ એ ફંગલ ઇન્ફેક્શન છે, જે પગમાં ખંજવાળ, લાલાશ અને તિરાડનું કારણ બને છે. તે એક અથવા બંને પગને અસર કરી શકે છે.
ગાંઠ બનવી અથવા કૉલસ:
ડાયાબિટીસના કારણે પણ કૉલસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કૉલસ ત્યારે થાય છે જ્યારે કોઈપણ જગ્યાએ ત્વચા પર ખૂબ દબાણ પડતું હોય, તો તે ત્વચા સખત અને જાડી થવા લાગે છે.  
પગના અંગૂઠાના નખમાં ફંગલ ઇન્ફેક્શન:
ડાયાબિટીસના દર્દીઓમાં નખમાં ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ ઘણું વધારે રહે છે. તેને ઑનિકોમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે અંગૂઠાના નખને અસર કરે છે. આ સમસ્યાના કારણે નખનો રંગ બદલાવા લાગે છે અને તે એકદમ જાડા થઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં નખ જાતે જ તૂટવા પણ લાગે છે. ક્યારેક નખમાં ઈજા થવાને કારણે ફંગલ ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
ગેંગ્રીન:
ડાયાબિટીસ રક્ત કોશિકાઓને પણ અસર કરે છે જેના કારણે આંગળીઓ અને પગમાં લોહી અને ઓક્સિજનનો પુરવઠો ખૂબ ઓછો અથવા નહિવત થઈ જાય છે. ગેંગ્રીન ત્યારે થાય છે જ્યારે લોહીનો પ્રવાહ બિલકુલ અટકી જાય છે અને પેશી મૃત થવા લાગે છે. જેના કારણે શરીરના તે અંગને કાપવાની સંભાવના પણ ઘણી વધી જાય છે.
Tags :
DiabetesGujaratFirsthealthHealthCareHealthTipsSugarTips
Next Article