ખાંડ ફક્ત ખાવા માટે જ નહિ પરંતુ સાફ-સફાઈ માટે પણ લેવાય છે ઉપયોગમાં, જાણો કેવી રીતે ?
સામાન્ય રીતે ખાંડનો ઉપયોગ ચા, કોફી અથવા મીઠાઈ બનાવવા માટે કરવામાં આવે છે પરંતુ શું તમે તેના અન્ય ઉપયોગો વિશે સાંભળ્યું છે? જો કોઈ તમને કહે કે ઘરની સફાઈ માટે ખાંડ ખૂબ ઉપયોગી છે! ચોક્કસ તમે આ સાંભળીને ચોંકી જશો. પરંતુ તે સાચું છે. તમે તેનો ઉપયોગ તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે પણ કરી શકો છો. ચાલો આપણે જાણીએ કે આપણે સફાઈમાં ખાંડનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.1.હમણાં સુધી આપણે સાંà
સામાન્ય રીતે ખાંડનો ઉપયોગ ચા, કોફી અથવા મીઠાઈ બનાવવા માટે કરવામાં આવે છે પરંતુ શું તમે તેના અન્ય ઉપયોગો વિશે સાંભળ્યું છે? જો કોઈ તમને કહે કે ઘરની સફાઈ માટે ખાંડ ખૂબ ઉપયોગી છે! ચોક્કસ તમે આ સાંભળીને ચોંકી જશો. પરંતુ તે સાચું છે. તમે તેનો ઉપયોગ તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે પણ કરી શકો છો. ચાલો આપણે જાણીએ કે આપણે સફાઈમાં ખાંડનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.
1.હમણાં સુધી આપણે સાંભળતાં હતાં કે મીઠાના ઉપયોગથી આપણે ભારે ડાઘાને દૂર શકીએ છીએ પરંતુ તમે વાસણોને ચમકવા માટે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, ૪ ચમચી ખાંડ અને એક ચમચી બેકિંગ સોડાનું મિશ્રણ લો અને બંનેમાં અડધો કપ પાણી મિક્સ કરો. આ સોલ્યુશનથી તમે વાસણો સાફ કરી શકો છો. આ ઉપરાંત કોપર અને પિત્તળના વાસણો પણ ચમકશે.
2.જો ચાંદીની વસ્તુઓ કાળી થઈ ગઈ હોય, તો તેમાં 3 ચમચી ખાંડમાં 1 ચમચી ગુલાબજળ ભેળવીને મિશ્રણ તૈયાર કરો. ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી તેને મિક્ષ કરો. તેની સહાયથી ચાંદીની કોઈ પણ વસ્તુ કે ઝવેરાતને સાફ કરો તે ચમકશે.
3.જો તમારા કપડા લોખંડના કાટ જેવા ડાઘ પડી ગયા છે, તો પછી બાઉલમાં ૨ ચમચી ખાંડ અને ૧ ચમચી લીંબુનો રસ નાંખો. આ સોલ્યુશનને ડાઘની જગ્યાએ લગાવો અને થોડા સમય માટે છોડી દો. હવે તેને પાણીથી ધોઈ લો. ડાઘ દૂર થશે.
4.તમે તમારા ઘરના ફ્લોરને સુંદર બનાવવા માટે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે, અડધો કપ ખાંડમાં ૨ ચમચી સરકો મિક્સ કરો અને આ મિશ્રણને પાણીમાં ઓગાળી નાખો અને સાફ કરો. તમારું ફ્લોર ઝગમગવા લાગશે. આની મદદથી, તમે રસોડા અને ટોઇલેટના ગંદા ટાઇલ્સ પણ સાફ કરી શકો છો.
આ પણ વાંચોઃ સ્વાદમાં વધારો કરતી કોથમીરમાં છે અઢળક ઔષધીય ગુણો, આંખોની રોશની વધારવા થી લઇ પેટ સંબંધિત સમસ્યાઓમાં ઉપયોગી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement