Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતની આ મહિલા પોલીસ કર્મી છે દેશનું ગૌરવ , ડ્રેગન બોટ સ્પર્ધામાં ભારતને અપાવ્યા છે બે બ્રોન્ઝ મેડલ

સામાન્ય પરિવારમાંથી આવી અથાગ મહેનતથી મેળવી સફળતા એક સામાન્ય પરિવારની દીકરી છે પ્રીતિ નાનજીભાઈ પટેલ,સુરતના ઉધના વિસ્તારમાં એક નાનકડા મકાનમાં રહે છે,સામાન્ય જીવન જીવે છે અને નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે, માતા પિતાએ ઓછું શિક્ષણ મેળવ્યું હોવા છતાં, આ પરિવારના બાકીના તમામ સભ્યોને શિક્ષિત કરાયા છે અને પોતાના પગ ઉપર ઉભા કરી દીધા છે, તેમાંથી એક છે પ્રીતિ પટેલ જે આજે સુરત પોલીસ
08:25 AM Dec 20, 2022 IST | Vipul Pandya
સામાન્ય પરિવારમાંથી આવી અથાગ મહેનતથી મેળવી સફળતા 
એક સામાન્ય પરિવારની દીકરી છે પ્રીતિ નાનજીભાઈ પટેલ,સુરતના ઉધના વિસ્તારમાં એક નાનકડા મકાનમાં રહે છે,સામાન્ય જીવન જીવે છે અને નોકરી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે, માતા પિતાએ ઓછું શિક્ષણ મેળવ્યું હોવા છતાં, આ પરિવારના બાકીના તમામ સભ્યોને શિક્ષિત કરાયા છે અને પોતાના પગ ઉપર ઉભા કરી દીધા છે, તેમાંથી એક છે પ્રીતિ પટેલ જે આજે સુરત પોલીસમાં ફરજ બજવે છે અને હેડ ક્વોટર્સ માં નોકરી કરે છે, સાથે સાથે અલગ અલગ રમતો રમી ને સુરત, ગુજરાત અને દેશનું નામ પણ રોશન કરી રહી છે.
અલગ-અલગ રમતોમાં પ્રિતી પટેલને છે મહારથ હાંસલ 
 પ્રીતિ પટેલ અત્યાર સુધીમાં હેન્ડ બોલ, જુડો, શોટ પટ, ક્રિકેટ રમી ચુકી છે અને મેડલ સાથે સાથે સર્ટિફિકેટ મેળવી ચુકી છે, અને હાલમાં પ્રીતિ ડ્રેગન બોટ રેસની રમત રમી રહી છે અને ભારત દેશની ટીમમાં શામેલ છે અને સાથે સાથે મેડલ પણ જીતી રહી છે.
એશિયન ગેમ્સમાં પણ પ્રિતિ થઇ હતી સિલેક્ટ 
પ્રિતી કેરલામાં આ રમત રમી હતી અને ત્યારબાદ એશિયન ગેમમાં પણ સિલેક્ટ થઈ હતી. અને સાથે જ એશિયન ગેમ્સમાં મહારાષ્ટ્રમાં રમી છે. સૌથી સારો અને અઘરો અનુભવ થાઈલેન્ડનો રહ્યો જેમાં પ્રિતીએ  ડ્રેગન બોટ જીતી ઇન્ડિયાને બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા. આ તમામ સફરમાં પ્રીતિ પટેલે પોતાના ગુરુ સીમા અને સાથે જ સાથ સહકાર આપનાર મદદરૂપ થનાર સુરત શહેર પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર મલ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે..

શરૂઆતમાં પ્રિતિને મહેણાં મારવામાં આવતા 
પડકારજનક ક્ષેત્રમાં સતત મહેનત અને પરિશ્રમથી આજે પ્રીતિ પટેલે એ અલગ મુકામ ઉપર પોહચી ગઈ છે, પટેલ સમાજમાં આવતી પ્રીતિને શરૂવાતમાં લોકોના ટોણા પણ સાંભળવાનો વારો આવ્યો હતા, જોકે પ્રિતી એ વાત ઉપર ધ્યાન નહિ આપી પોતાના ગોલ તરફ ચાલતી રહી હતી અને આજે એ જ સમાજ પ્રીતિના વખાણ કરતા થાકતો નથી.
સુરત શહેરમાં એક બાજું પોલીસ કર્મચારીઓ ACBના સકંનજામાં આવી રહ્યા છે તો બીજી બાજું કેટલાક પોલીસ કર્મચારીઓ સમાજ માટે ઉમદા કામગીરી કરી પોલીસના સાથે સાથે દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે સુરતની મહિલા પોલીસ કર્મચારી ગુજરાત પોલીસની છબી સુધારી છે, પ્રીતિ પટેલ ડ્રેગન બોટની સ્પર્ધા હાલમાં રમી રહી છે અને મેડલ પણ જીતી રહી છે, જોકે પ્રીતિ માત્ર કોઈ એક રમત સુધી સીમિત નથી રહી, પ્રીતિને તમે કોઈ પણ રમત રમવાની ઓફર કરો એ ના નહીં બોલે પરંતુ એની સામે એ જ રમત રમીને જીત મેળવની તમને તમારો સવાલનો જવાબ પણ આપશે, આ અંગે પ્રીતિ એ જણાવ્યું હતું,સાત વર્ષ પહેલાં ડ્રેગન બોટ રમવાની શરૂઆત કરી હતી.
માત્ર રમત-ગમત જ નહીં., પોલીસ કામગીરીમાં પણ અવ્વલ 
પ્રીતિ પટેલ માત્ર રમતમાં નહીં પરંતુ પોતાની ફરજ માં આવતી કામગીરીમાં પણ અવલ રહે છે, જેનું ઉદાહરણ છે કે જયારે પણ સુરત પોલીસની પરેડ હોય જેમ કે સ્વતંત્ર દિવસ અથવા ગણતંત્ર દિવસ પરેડ હોય ત્યારે તેને લીડ પ્રીતિ પટેલ કરે છે અને સુરત પોલીસ કમિશનરને પ્રોટોકોલ પ્રમાણે સલામી પણ આપે છે.
આ પણ વાંચો-  યુવાનોને પણ શરમાવે એવા સુરત ના 93 વર્ષ ના એથ્લેટિક દાદા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
bronzemedalsCompetitioncountrydragonboatfemalepoliceofficerGujaratFirstIndiaPrideSuratwon
Next Article