Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ‘ગુજરાતમાં 25 બેઠકો પર પૂરી તાકાત સાથે જીત્યા’ સી.આર પાટીલે જણાવ્યું જીતનું કારણ

Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)માં ભારતીય જનતા પાર્ટીએ 24 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે એક બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી. જો કે, બનાસકાંઠાના વાત કરવામાં આવે તો આ...
gujarat  ‘ગુજરાતમાં 25 બેઠકો પર પૂરી તાકાત સાથે જીત્યા’ સી આર પાટીલે જણાવ્યું જીતનું કારણ

Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાત (Gujarat)માં ભારતીય જનતા પાર્ટીએ 24 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે એક બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી. જો કે, બનાસકાંઠાના વાત કરવામાં આવે તો આ બેઠક બીજેપીએ ગુમાવી પડી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે. તમને જણાવી દઇએ કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો નવસારી વિધાનસભા પરથી ભવ્ય વિજય થયો છે.

Advertisement

નામી-અનામી દરેક લોકોનો હું તમારા માધ્યમથી આભાર

અત્યારે જનતાનો આભાર માનવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ દરમિયાન તેમણે ગુજરાત (Gujarat)માં પોતાની જીત સાથે પાર્ટીએ 24 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો તેની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ’કાર્યકર્તાઓની મહેનતના કારણે અમે આટલી મોટી માર્જીનથી જીત શક્યા છીએ. આ માટે ગુજરાત (Gujarat0ની જનતા, પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રેસ-મીડિયાના મિત્રો અને નામી-અનામી દરેક લોકોનો હું તમારા માધ્યમથી આભાર માનું છું.’

કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડીઃ સીઆર પાટીલ

સી.આર પાટીલે કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટીઓ 16મી અને 17મી લોકસભા ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો પર ભવ્ય જીત મેળવી હતી. આ 18 મી લોકસભા ચૂંટણીમાં પણ 26માંથી 26 બેઠકો જીવતવાો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ કમનસીબે અમારી કોઈ મહેનત ઓછી પડી હતી. મતદાતા ભાઈ બહેનોની અમારા પ્રત્યે કોઈ નારાજગી હશે. જાણે અજામે અમારીથી કોઈ ભૂલ થઈ હશે. જેના કારણે અમે માત્ર એક સીટ માત્ર 31 હજાર મત માટે થઈ હારી ગયા છીએ.’

Advertisement

નોંધનીય છેે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ 5.88 લાખની જંગી લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે. અમિત શાહની જીત લગભગ નિશ્ચિત છે. તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર તરીકે સોનલબેન પટેલ ચૂંટણી મેદાને હતા.

આ પણ વાંચો: Porbandar: ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા, થઈ ભવ્ય જીત

આ પણ વાંચો: Dharmendrasinh Vaghela: વાઘોડિયા બેઠક પર ભાજપની 78 હજાર મતની લીડ સાથે ભવ્ય જીત.

આ પણ વાંચો: Vijapur: વિધાનસભામાં ભાજપનો પરચમ યથાવત, વિજાપુરમાં સી.જે ચાવડાની જીત

આ પણ વાંચો: Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય

Advertisement
Tags :
Advertisement

.