Lok Sabha Election 2024 Update: ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે પંચે આપ્યા આ મહત્ત્વના સૂચનો
Lok Sabha Election 2024 Schedule: Lok Sabha Election 2024 નું બ્યુગલ વાગી ગયું છે. Election Commission ને આજે બપોરે એક પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. Chief Election Commissioner Rajiv Kumar એ કહ્યું કે આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. તેમણે એમ પણ જણાવ્યું કે ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચૂંટણી પંચએ આપેલા મહત્ત્વના સૂચનો
- લોકસભાનો સંપૂર્ણ કાર્યકાળ 16 જુને સમાપ્ત થશે
- હવે પક્ષોએ તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે
- એ પણ જણાવવું પડશે કે શા માટે તે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી
- શા માટે આ વિસ્તારના અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી
- આ વખતે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે
- ચૂંટણી કમિશનરે કહ્યું કે મહિલા મતદારોની સંખ્યામાં વધારો થયો છે
- ઘણા વિસ્તારોમાં પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે
- આ વખતે પ્રથમ વખત 85 લાખ મહિલા મતદારો હશે
19 એપ્રિલથી શરૂ થનાર Lok Sabha Election 2024 ક્યાં, કેવી રીતે અને ક્યારે પરિણામ જાહેર થશે. તેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
Lok Sabha poll 2024 date live updates: લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કાનું 19 એપ્રિલે મતદાન, 4 જૂને મતગણતરી#BreakingNews #LokSabhaElections2024 #ElectionCommission #LokSabhaPolls #GujaratFirstCard pic.twitter.com/7ar4s46W7k
— Gujarat First (@GujaratFirst) March 16, 2024
કયા રાજ્યોમાં લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે ?
કયા તબક્કાઓમાં કેટલા રાજ્યોમાં થશે ચૂંટણી ?
પહેલા તબક્કામાં 21 રાજ્યોમાં 120 લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે. તો બીજા તબક્કામાં 13 રાજ્યોમાં 89 લોકસભાની બેઠકો પર, ત્રીજા તબક્કામાં 12 રાજ્યોમાં 94 લોકસભાની બેઠકો પર, ચોથા તબક્કામાં 10 રાજ્યોમાં 96 બેઠકો પર, પાંચમાં તબક્કામાં 8 રાજ્યોમાં49 લોકસભાની બેઠકો પર, છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોમાં 57 લોકસભાની બેઠકો પર અને અંતે સાતમાં તબક્કામાં 8 રાજ્યોમાં 57 બેઠકો પર ચૂંટણી યોજાશે.
તે ઉપરાંત 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. તેના અંતર્ગત આંધપ્રદેશમાં 13 મે, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલ અને અંતે ઓડિશામાં 13 મેના રોજ વિધાનસભા ચૂંટણી પણ આયોજન થશે. તેની સાથે 26 બેઠકોને લઈ હરિયાણા, હિમાચલ, જારખંડ અને યૂપી પર પેટાચૂંટણીઓ પણ યોજાશે.
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ#BreakingNews #LokSabhaElections2024 #ElectionCommission #LokSabhaPolls pic.twitter.com/gFV0NuCmrw
— Gujarat First (@GujaratFirst) March 16, 2024
Chief Election Commissioner Rajiv Kumar એ કહ્યું કે દેશમાં 96.8 કરોડ મતદાતો છે. ત્યારે 10 લાખથી વધારે મતદાતાઓ માટે મથકો તૈયાર કરવામાં આવ્યા છે. કારણ કે.... 18 મી લોકસભાની ચૂંટણી પર વિશ્વના અનેક મહાન દેશ દ્વાર બાજનજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આ વખતે 1.8 કરોડ મતદાતાઓ પ્રથમ વખત મત આપશે. તો દેશમાં આ વખતે કુલ 21.5 કરોડ યુવા મતદારોનો આંકડો પરિણામ ઉદલવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: Lok Sabha Elections 2024 : દેશના 4 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ
આ પણ વાંચો: LOKSABHA 2024 ELECTION : આતુરતાનો અંત, આ તારીખોમાં યોજાશે ચૂંટણી