Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરે પિતા બન્યાના 10 મહિના બાદ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આખરે તેની મંગેતર બેકી બોસ્ટન સાથે લગ્ન કરી લીધા છે. અહીં સૌથી અલગ વાત એ છે કે, પેટ કમિન્સને એક 9 મહિનાનો દીકરો પણ છે. કમિન્સ અને બોસ્ટને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના દરિયાકાંઠાના શહેર બાર્યન બે માં લગ્ન કર્યા છે. આ કપલે જૂન 2020માં સગાઇ કરી હતી. લગ્નમાં પરિવારના સભ્યો સિવાય ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર નાથન લાયન અને તેની પત્ની એમ્મા મેકાર્થીએ હાજરà«
10:09 AM Aug 01, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આખરે તેની મંગેતર બેકી બોસ્ટન સાથે લગ્ન કરી લીધા છે. અહીં સૌથી અલગ વાત એ છે કે, પેટ કમિન્સને એક 9 મહિનાનો દીકરો પણ છે. કમિન્સ અને બોસ્ટને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના દરિયાકાંઠાના શહેર બાર્યન બે માં લગ્ન કર્યા છે. 
આ કપલે જૂન 2020માં સગાઇ કરી હતી. લગ્નમાં પરિવારના સભ્યો સિવાય ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર નાથન લાયન અને તેની પત્ની એમ્મા મેકાર્થીએ હાજરી આપી હતી. અહીં તમને જણાવી દઇએ કે, જે સ્થળ પર આ કપલે લગ્ન કર્યા છે તે પ્રીમિયમ પ્રોપર્ટી છે અને તેનું એક રાતનું ભાડું 7 હજાર ડોલરથી વધુ છે. આ બંગલામાં ગેસ્ટ રૂમ ઉપરાંત સ્વિમિંગ પૂલ, ટેનિસ કોર્ટ અને ચાર બેડરૂમ છે. મહત્વનું છે કે, પેટ અને બેકી પહેલી વાર 2013માં મળ્યા હતા અને તેમની પહેલી મુલાકાતમાં જ પેટ બેકીને ખૂબ જ પસંદ કરતા હતા. મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને હવે બંનેએ લગ્ન કરી લીધા. 

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પેટ અને બેકી વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે. બેકી પેટ કરતાં 3 વર્ષ મોટી છે. 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ વર્ષ 2020માં સગાઈ કરી લીધી હતી. પેટ અને બેકી પહેલાથી જ લગ્ન કરવા માંગતા હતા પરંતુ કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે તેમના લગ્ન સ્થગિત થઈ ગયા હતા. દરમિયાન, ગયા વર્ષે ઓક્ટોબરમાં બેકીએ એલ્બી નામના પુત્રને જન્મ આપ્યો. પેટ કમિન્સ ક્રિકેટની દુનિયામાં એક લોકપ્રિય અને જાણીતી વ્યક્તિ છે, ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક પેટ કમિન્સની પત્ની બેકી મૂળ ઈંગ્લેન્ડની છે. 
ક્રિકેટમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની હરીફાઈ જાણીતી છે. આમ છતાં તેમનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. દરેક લવ સ્ટોરીની જેમ પહેલા આ બંને વચ્ચે મિત્રતા અને પછી પ્રેમ થયો હતો. તે પછી બંનેએ એકબીજાને 6 વર્ષ સુધી ડેટ કર્યા. તેણે બેકીને જે રીતે પ્રપોઝ કર્યું તે જોઈને તે પણ દંગ રહી ગઈ. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કમિન્સ તેને પિકનિક સ્પોટ પર લઈ ગયો હતો અને ઘૂંટણિયે પડીને શેમ્પેઈનની બોટલ કાઢીને તેણે ફિલ્મી સ્ટાઈલમાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ જ વર્ષે બંનેની સગાઈ થઈ હતી.
આ પણ વાંચો - વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની બીજી T20 મેચમાં રોહિત કરી શકે છે આ કમાલ
Tags :
coupleCricketGirlfriendGujaratFirstMarriagePatCumminsSports
Next Article