Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વટવા GIDC માંથી 2 દિવસ પહેલા કોથળામાંથી મળેલી લાશ મામલે પ્રેમિકા અને પતિની પોલીસે કરી ધરપકડ

અહેવાલ - પ્રદીપ કચિયા બે દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોઠવા GIDC ખાતે કોથળામાં એક બિન વારસી લાશ મળી આવી હતી. વટવા GIDC પોલીસે આ બિનવારસી લાશની ઓળખ કરી CCTV અને ટેકનિકલ સર્વલેન્સના આધારે બે વ્યક્તિઓની ધરપકડ કરી વધુ...
વટવા gidc માંથી 2 દિવસ પહેલા કોથળામાંથી મળેલી લાશ મામલે પ્રેમિકા અને પતિની પોલીસે કરી ધરપકડ
અહેવાલ - પ્રદીપ કચિયા
બે દિવસ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગોઠવા GIDC ખાતે કોથળામાં એક બિન વારસી લાશ મળી આવી હતી. વટવા GIDC પોલીસે આ બિનવારસી લાશની ઓળખ કરી CCTV અને ટેકનિકલ સર્વલેન્સના આધારે બે વ્યક્તિઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બે દિવસ પહેલા અમદાવાદના ત્રીકમપુરા પાટિયા નજીક કોથળામાંથી એક લાશ મળી હતી. લાશ મળતા વટવા GIDC પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કોથળામાંથી હરજી દેસાઈ નામના મૃતકની ઓળખ થઈ હતી. પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ કરતા મોડી રાત્રે એક Activa પર બે લોકો આવીને આ કોથળો ત્રિકમપુરાના પાટીયા નજીક  અવાવરૂ જગ્યા પર ફેંકી ગયા હોવાનું દેખાતા પોલીસ તપાસમાં જશોદાનગરમાં રહેતા દંપતિ સુધી પહોંચી હતી. દંપતિની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે.
જે ડિવિઝન ACP પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વટવા GIDC પોલીસે CCTV ના આધારે તપાસ કરતા એક મહિલા અને પુરુષની ધરપકડ કરી છે. જેમાં તપાસ દરમિયાન મૃતકની પ્રેમિકા અને તેના પતિની ધરપકડ કરી છે. પોલીસી આ ગુનામાં ટીમા રબારી અને તેની પત્ની નાનીબેન રબારીની ધરપકડ કરી છે. મૃતક અને મહિલા વચ્ચે 35 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પરંતુ મૃતકે મહિલાના ઘર પાસે જઈને વિભસ્ત ચેનચાળા અને માંગણી કરતા સમગ્ર હકીકત મહિલાએ તેના પતિને જણાવી અને બંને ભેગા મળીને ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
હાલ તો વટવા GIDC પોલીસે બંને આરોપીની ધરપકડ છેલ્લા કેટલા સમયથી મૃતક મહિલાને મળવા માટે આવતો હતો અને હત્યાનો પ્લાન ક્યારે નક્કી કર્યો છે તેની અંદર વધુ તપાસ હાથ ધરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.