Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્ન પ્રસંગમાં આગ લાગતા દોડાદોડી, આગને કાબુમાં લેવા પાણીની બોટલોનો કરાયો ઉપયોગ

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. વળી આ વખતની ગરમીએ રોજ જાણે રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વળી આ સીઝનમાં લગ્ન પ્રસંગના પણ સારા મુહૂર્ત હોય છે. પરંતુ ઘણીવાર આ કાળઝાળ ગરમીના કારણે કોઇને કોઇ દુર્ઘટના બની જતી હોય છે. આવી જ એક ઘટના થરાદમાં લગ્ન પ્રસંગે જોવા મળી છે.મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠાના થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઇ
લગ્ન પ્રસંગમાં આગ લાગતા દોડાદોડી  આગને કાબુમાં લેવા પાણીની બોટલોનો કરાયો ઉપયોગ
રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. વળી આ વખતની ગરમીએ રોજ જાણે રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વળી આ સીઝનમાં લગ્ન પ્રસંગના પણ સારા મુહૂર્ત હોય છે. પરંતુ ઘણીવાર આ કાળઝાળ ગરમીના કારણે કોઇને કોઇ દુર્ઘટના બની જતી હોય છે. આવી જ એક ઘટના થરાદમાં લગ્ન પ્રસંગે જોવા મળી છે.
મળી રહેલી માહિતી અનુસાર, બનાસકાંઠાના થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઇ હતી. આગ લાગતા જ શુભ પ્રસંગ અચાનક દોડાદોડીમાં ફેરવાઇ ગયો હતો. જીહા, લગ્ન પ્રસંગે આવેલા લોકો અહીં ભોજન આરોગી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આકસ્મિત આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, આ લગ્ન પ્રસંગ દરજી સમાજનો હતો. આગ લાગવાની ઘટના બાદ લગ્ન સમારંભમાં આવેલા અમુક લોકોએ હિંમત બતાવી અને પીવાના પાણીની મિનરલ વોટરની બોટલો મારફતે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. 
જોકે, આગ વધુ ફાટી નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીને બોલાવવામાં આવી હતી. થરાદનગર પાલિકાની ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી તુરંત જ કામ શરૂ કરી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ સમગ્ર ઘટનામાં કોઇ જાન હાની થઇ નથી. આગ શાંત થયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં જ ડીસા ભીલડી હાઈ-વે પર લગ્નના મંડપમાં આગની દુર્ઘટના બની હતી. અહીં માલગઢ ગામમાં જ્યાં એકસાથે ચાર દીકરીઓના લગ્ન યોજાયા હતા. લગ્નવિધિ પૂર્ણ થયા બાદ જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા ત્યારે મંડપમાં આગ લાગી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવેલા સેંકડો લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમે આવીને આ આગને શાંત કરી હતી. 
Advertisement
Tags :
Advertisement

.