ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વરરાજા બહાર મિત્રો સાથે નાચતા રહ્યા અને મંડપમાં કન્યાએ કોઇ બીજા સાથે લગ્ન કરી લીધા!

આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘વરરાજા પડ્યા રહ્યા અને અણવર ઘોડીએ ચડી ગયા’. આ કહેવત સાંભળીને આપણને એવો સવાલ પણ થાય કે આવું તો કઇ રીતે બની શકે કે જેના લગ્ન હોય તેના બદલે કોઇ બીજાના જ લગ્ન થઇ જાય? બીજુ બધું તો ઠીક પણ કન્યા કે દુલ્હન કેવી રીતે વરરાજાના બદલે કોઇ બીજા સાથે લગ્નવ કરી શકે? ત્યારે તાજેતરમાં જ આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં દુલ્હને અણવર સાથે તો નહીં પરંતુ વરરાજા
01:52 PM May 17, 2022 IST | Vipul Pandya
આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘વરરાજા પડ્યા રહ્યા અને અણવર ઘોડીએ ચડી ગયા’. આ કહેવત સાંભળીને આપણને એવો સવાલ પણ થાય કે આવું તો કઇ રીતે બની શકે કે જેના લગ્ન હોય તેના બદલે કોઇ બીજાના જ લગ્ન થઇ જાય? બીજુ બધું તો ઠીક પણ કન્યા કે દુલ્હન કેવી રીતે વરરાજાના બદલે કોઇ બીજા સાથે લગ્નવ કરી શકે? ત્યારે તાજેતરમાં જ આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં દુલ્હને અણવર સાથે તો નહીં પરંતુ વરરાજાના બદલે અન્ય કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે!
વાત છે રાજસ્થાનના ચુરુ જિલ્લાના ચેલના ગામની. જ્યાં જાન લઇને ગયેલા વરરાજાને મોડી રાત સુધી પોતાના મિત્રો સાથે નાચવાનું અને ધમાલ કરવાનું મોંઘુ પડ્યું છે. વરરાજા જ્યારે રાત્રે બે વાગ્યે લગ્નના મંડપમાં પહોંચ્યા તો તેમની દુલ્હનના લગ્ન તો કોઇ બીજા સાથે થઇ ગયા હતા. ત્યારબાદ વરરાજા અને આખી જાનને વીલા મોંએ પરત ફરવાનો વારો આવ્યો હતો. જેના બીજા દિવસે સુનીલ નામનો તે વરરાજો અને તેના પરિવારના લોકો રાજગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
5 મેના રોજ હરિયાણાના સિવાની વોર્ડ નંબર 10ના રહેવાસી અનિલ જાટ જાન લઇને પોતાની દુલ્હન મંજુને લેવા રાજસ્થાનના ચેલાના ગયા હતા. વરઘોડો દુલ્હનના ઘરે પહોંચતાની સાથે જ 150થી વધુ જાનૈયાઓ સંગીત અને ડીજેના તાલે નાચવા લાગ્યા હતા. રાત્રે 9 વાગ્યાની આસપાસ વરઘોડો દુલ્હનના ઘરે જવા નીકળ્યો હતો. દારૂડિયાઓ ડીજેની ધૂન અને દારૂના નશામાં એટલા ડૂબી ગયા હતા કે રાત્રે 1 વાગ્યા સુધી તેઓ નાચતા રહ્યા. વરરાજા અને તેના મિત્રોએ ડીજે પર એવો હંગામો મચાવ્યો કે કન્યા પક્ષના લોકો હેરાન થઈ ગયા.
ત્યારબાદ રાત્રે 2 વાગ્યા સુધી પણ જ્યારે જાન મંડપ સુધી ના પહોંચી ત્યારે દુલ્હન પક્ષના લોકોને ગુસ્સો આવ્યો. જ્યારે દુલ્હનના પક્ષે જાનૈયાઓને હોબાળો બંધ કરવા કહ્યું ત્યારે તેઓ ઝગડવા લાગ્યા.  રાત્રે 1:15 કલાકે ફેરાનો સમય પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ કન્યા અને તેના પરિવારે બીજા છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એ જ મંડપમાં રાત્રે કન્યાના લગ્ન બીજા છોકરા સાથે કરાવ્યા.
Tags :
BrideChurugroomGujaratFirstpoliceRajasthan
Next Article