વર-ક્ન્યા સુહાગરાત મનાવવા માટે રૂમમાં ગયા પણ સવારે દુલ્હો એકલો જ આવ્યો બહાર કારણ કે...
- લૂંટેરી દુલ્હનથી ત્રાસના કારણે લાખોનું નુકસાન
- સુહાગરાતે દુલ્હનના હાથે દુધ પીવું ભારે પડ્યું
- દુલ્હાના પરિવારને 12 લાખ રૂપિયાનો ચુનો લાગ્યો
ઉજ્જૈન : મધ્યપ્રદેશના છત્તરપુરમાં એક લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. હિંદૂ રીતિ-રિવાજથી વિવાહ કર્યા બાદ બંન્ને સુહાગરાત મનાવવા માટે રૂમમાં પહોંચ્યા હતા. જો કે દુલ્હને દુલ્હાના દુધામં કોઇ નશીલી દવા મિક્સ કરી દીધી હતી. જેના કારણે દુલ્હો બેહોશ થઇ જતા દુલ્હન લાખો રૂપિયાના ઘરેણા અને રોકડ લઇને ફરાર થઇ ગઇ હતી. દુલ્હો જ્યારે હોશમાં આવ્યો તો લુંટાઇ ચુક્યો હતો.
નૌગામ વિસ્તારમાં લૂંટેરી દુલ્હન
ઘટના નૌગાવ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અહીં રહેતી દાજદીપનો વિવાહ નૌગુંવા નિવાસી સુકન પાઠકના માધ્યમથી ચરખારી ઉત્તરપ્રદેશની ખુશી તિવારીની સાથે નિર્ધારિત થયા હતા. ગત્ત 13 ડિસેમ્બરે કુલવારાના મંદિરમાં બંન્નેના લગ્ન થયા હતા.
આ પણ વાંચો : Parliament Live Updates : રાજ્યસભામાં શરૂ થઇ સંવિધાન પર ચર્ચા
દુલ્હને નશીલું દુધ પીવડાવી દીધું
સુહાગરાતે દુલ્હને રાજદીપને દુધમાં નશીલા પદાર્થ ખવડાવીને પિવડાવી દીધું હતું. જેના કારણે તે બેહોશ થઇ ગયા. ત્યાર બાદ તેણે તક મળતા જ લગભગ 12 લાખ રૂપિયાની ઝવેરાત લઇને ફરાર થઇ ગઇ હતી. તેમાં સોના-ચાંદીની ઝવેરાત ઉપરાંત દુલ્હાનો મોબાઇલનો પણ સમાવેશ થાય છે.
ઘર ભાડે રાખીને લોકોનો શિકાર કરતા
પીડિત દુલ્હાના પિતાએ જણાવ્યું કે, સુકન પાઠકે તેમના પુત્ર વિવાહ નક્કી કર્યા હતા. દુલ્હન ચરખારીમાં પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. ચારખારીથી જ યુવતીને જોવા માટેની રસમ પૂર્ણ થયા બાદ વિવાહ નક્કી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Unjha APMC Election: આજે ઊંઝા એપીએમસીની ચૂંટણીનું મતદાન, ગુજરાત ફર્સ્ટ પર મળશે પળેપળની અપડેટ
સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી
એવું માનવામાં આવી રહ્યું છે કે, મહિલા અન્ય લોકો સાથે મળીને આ પ્રકારની રમત રમતા રહે છે. પહેલા પણ અનેક નવયુવાનોને શિકાર બનાવી ચુકી છે. સમગ્ર પરિવાર ઉંડી નિંદમાં સુતો રહ્યો અને ઘટના અંગે માહિતી મળતાની સાથે જ દુલ્હનના વેશમાં આવેલી લૂંટેરી દુલ્હન મહિલા માલ લૂંટીને લઇ ગઇ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ આદરી છે.
આ પણ વાંચો : જ્યોર્જિયામાં ભારતીય રેસ્ટોરન્ટમાં 12 કર્મચારીઓના મૃતદેહથી ચકચાર!