જાન સાથે જુગાર રમી રહેલા નવાઝ શરીફ ઝડપાયા, પોલીસે આપ્યા જામીન
- Surat ના રાંદેર વિસ્તારમાં વરરાજા જુગાર રમતા ઝડપાયા
- લગ્નનની આગલી રાતે જ વરરાજા સંબંધીઓ સાથે જુગાર રમતો હતો
- વરરાજા તેનો ભાઇ સહિત કુલ 13 સંબંધીઓને જુગાર રમતા ઝડપી લેવાયા
Surat News : સુરતથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. જ્યાં વરરાજા પોતે જ જુગાર રમતા ઝડપાઇ ગયા છે. જેના કારણે પોલીસ પણ થોડા સમય માટે દ્વિધામાં મુકાઇ ગઇ હતી. વરરાજા પોતાના જ લગ્ન હતા તેના આગલા દિવસે હોલમાં ઝુગાર રમતા ઝડપાઇ ગયા હતા. લગ્નના હોલનો કબ્જો લેવા ગયા અને વરરાજા જુગાર રમવા માટે બેસી ગયા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો : Kumbh Mela 2025: કુંભ મેળામાં જશે ગુજરાત યુનિવર્સિટીના 40 વિદ્યાર્થીઓ, સંશોધન કરવા માટે મળ્યું ખાસ આમંત્રણ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર લગ્નના એક દિવસ પહેલા જ નવાઝ શરીફ નામના યુવાનને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પોતાના લગ્ન હોવાથી હોલ ભાડે રાખ્યો હતો. મોડી સાંજે હોલનો કબ્જો લેવા માટે વરરાજા પહોંચ્યા હતા. ત્યાં સગા સંબંધીઓને રોકાવા માટેની વ્યવસ્થા કર્યા બાદ વરરાજા નવાઝ શરીફ ઘરે જઇ રહ્યો હતો. ત્યારે મિત્રો અને સંબંધીઓએ પત્તા રમવાનું શરૂ કરતા તેઓ પોતાની જાતને અટકાવી શક્યા નહોતા. જુગાર રમવા માટે બેસી ગયા હતા.
આ પણ વાંચો : Khyati Hospital Scam : આરોપી કાર્તિક પટેલની જામીન અરજીનો સરકારે કર્યો વિરોધ, જાણો શું કહ્યું ?
જો કે પોલીસને રાંદેર વિસ્તારના આવેલા ટુંબી હોલમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે વહેલી સવારે પાંચ વાગ્યે ટુંબી હોલમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા વરરાજા નવાઝ શરીફ કાંડગા સહિત કૂલ 13 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. જેથી પોલીસે વરરાજા નવાઝ શરીફ કાંડગા અને તેના ભાઇ સહિત ટોટલ 13 લોકોની ધરપકડ કરી હતી. જો કે બીજા દિવસે લગ્ન હોવાના કારણે નવાઝ શરીફ અને તેના ભાઇના પોલીસે તુરંત જ જામીન મંજુર કર્યા હતા. જો કે જુગારમાંથી પોલીસે 76 હજારની રોકડ, મોબાઇલ અને વાહનો સહિત કૂલ 2 લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો : Allu Arjun વિરુદ્ધ કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે?