Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ, સરકાર રજૂ કરશે આર્થિક સર્વે

આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભરાષ્ટ્રપતિના અભિભાષણથી થશે શરૂઆતઅભિભાષણ બાદ આર્થિક સર્વે રજૂ થશેઆવતીકાલે બજેટ રજૂ કરશે નાણામંત્રીસત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશેબીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી બજેટ સત્ર દરમિયાન કુલ 27 બેઠક મળશે રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજથી સંસદ (Parliament)નું બજેટ સત્ર (Budget Session) શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં
આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ  સરકાર રજૂ કરશે આર્થિક સર્વે
  • આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ
  • રાષ્ટ્રપતિના અભિભાષણથી થશે શરૂઆત
  • અભિભાષણ બાદ આર્થિક સર્વે રજૂ થશે
  • આવતીકાલે બજેટ રજૂ કરશે નાણામંત્રી
  • સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે
  • બીજો તબક્કો 13 માર્ચથી 6 એપ્રિલ સુધી 
  • બજેટ સત્ર દરમિયાન કુલ 27 બેઠક મળશે
 રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજથી સંસદ (Parliament)નું બજેટ સત્ર (Budget Session) શરૂ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં પોતાનું પ્રથમ સંબોધન કરશે. બજેટ પહેલા આજે સંસદમાં આર્થિક સર્વે (Economic Survey) રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023 ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરશે.
 વિપક્ષના સરકારને ઘેરવાના પ્રયાસ 
બજેટ સત્ર દરમિયાન, સરકારનું ધ્યાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અને નાણાકીય વર્ષ 2023-24ના સામાન્ય બજેટ પર સરળ ચર્ચા પર રહેશે, જ્યારે વિરોધ પક્ષોએ અદાણી જૂથ, ગવર્નરોની કામગીરીને લગતા મુદ્દાઓ, કેટલાક રાજ્યોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે
બજેટ સત્રનો પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરૂ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્ર દરમિયાન 27 બેઠકો થશે. સોમવારે સર્વપક્ષીય બેઠકમાં, સરકારે સ્પષ્ટ કર્યું કે તે સંસદમાં નિયમો હેઠળ દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે અને ગૃહને સુચારૂ રીતે ચલાવવા માટે દરેકનો સહયોગ માંગે છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બાદ કહ્યું કે સરકાર નિયમો હેઠળ સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે, અમે વિપક્ષનો સહયોગ ઈચ્છીએ છીએ. જોશીએ જણાવ્યું કે આ બેઠકમાં 27 રાજકીય પક્ષોના 37 નેતાઓએ ભાગ લીધો હતો.
બેઠકમાં અનેક મુદ્દા ઉઠ્યા
સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાષ્ટ્રીય જનતા દળના મનોજ ઝા, ડીએમકે, ડાબેરી પક્ષો વગેરેએ અદાણી જૂથ સાથે સંબંધિત મુદ્દા ઉઠાવ્યા અને સંસદ સત્ર દરમિયાન તેના પર ચર્ચા કરવાની માંગ કરી. સૂત્રોએ જણાવ્યું કે બેઠકમાં ટીઆરએસ અને ડીએમકે જેવી પાર્ટીઓએ વિપક્ષ શાસિત રાજ્યોમાં રાજ્યપાલના વર્તનનો મુદ્દો ઉઠાવ્યો.

 બેરોજગારીની સ્થિતિ પર ચિંતા
તેમણે કહ્યું કે આ સાથે સર્વપક્ષીય બેઠકમાં યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆર કોંગ્રેસ)એ રાષ્ટ્રીય સ્તરે જાતિ આધારિત આર્થિક વસ્તી ગણતરીની માંગ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયએસઆર કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે સામાજિક અને વિકાસ સૂચકાંકમાં કયો વર્ગ પાછળ છે તે જાણવા માટે પછાત વર્ગોની આર્થિક સ્થિતિ વિશે માહિતી મેળવવી જરૂરી છે. તેમણે કહ્યું કે બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસે મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.