Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઈન્ડોનેશિયામાં આવ્યો ભયાનક ભૂકંપ, 20 લોકોના મોત, 300 ઈજાગ્રસ્ત

ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રદેશમાં આજે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 300 લોકો ઘાયલ થયા છે. AFPએ સ્થાનિક અધિકારીને ટાંકી અહેવાલ આપ્યો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી છે. આ કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવીઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામàª
ઈન્ડોનેશિયામાં આવ્યો ભયાનક ભૂકંપ  20 લોકોના મોત  300 ઈજાગ્રસ્ત
ઈન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રદેશમાં આજે 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા હતા અને ઓછામાં ઓછા 300 લોકો ઘાયલ થયા છે. AFPએ સ્થાનિક અધિકારીને ટાંકી અહેવાલ આપ્યો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી છે. આ કુદરતી આફત બાદ રાહત અને બચાવ કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. સમાચાર મુજબ ભૂકંપના આંચકા કેટલીક સેકન્ડ સુધી અનુભવાયા હતા. આ પછી સમાચાર આવ્યા કે આ વિનાશક ભૂકંપના આંચકામાં 20 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે, આ ભૂકંપ એટલો જોરદાર હતો કે શહેરની મોટી ઈમારતો હચમચી ગઈ અને લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર દોડવા લાગ્યા. આ પહેલા શુક્રવારે પણ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. તેની ઊંડાઈ જમીનની અંદર 20 કિમી હતી.
Advertisement

ઘણા લોકો કાટમાળ નીચે દટાયા
ઈન્ડોનેશિયાના સ્થાનિક મીડિયા અનુસાર, ભૂકંપના કારણે ચિયાંજુરમાં અનેક ઈમારતો અને તેની છતોને નુકસાન થયું છે. અહીંના હવામાન વિભાગનું કહેવું છે કે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ કારણ કે આ વિસ્તારમાં ભૂકંપના વધુ આંચકા પણ અનુભવાઈ શકે છે. જેથી લોકો ઈમારતોથી દૂર રહે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોઇ શકે છે અને ઘણાને ફ્રેક્ચર પણ થયું છે.
વિશ્વમાં દર વર્ષે લગભગ 20 હજાર ભૂકંપ આવે છે
જણાવી દઈએ કે દર વર્ષે દુનિયામાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે. પરંતુ તેમની તીવ્રતા એટલી ઊંચી નથી કે ભારે નુકસાન પહોંચાડે. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ કરે છે. માહિતી અનુસાર, 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. નોંધાયેલા ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.