Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સતત વધતો ઉપયોગ, ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સૌથી વધુ મુસાફરો

- મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી - ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી - નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ થયે માંડ સવા બે મહિના થયા છે. આ સવા બે મહિનામાં જ મેટ્રો ટ્રેનને કરોડોની આવક થઈ છે.અમદાવાદીઓ માટે ટ્રાફિક સમસ્યાએ ખુબ જ જટીલ સમસ્યા બની ગઈ છે ત્યારે , લોકો ટ્રાફિકથી બચવા મેટ્રો ટ્રેનન
10:18 AM Dec 15, 2022 IST | Vipul Pandya
- મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી 
- ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી 
- નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી 
વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ થયે માંડ સવા બે મહિના થયા છે. આ સવા બે મહિનામાં જ મેટ્રો ટ્રેનને કરોડોની આવક થઈ છે.અમદાવાદીઓ માટે ટ્રાફિક સમસ્યાએ ખુબ જ જટીલ સમસ્યા બની ગઈ છે ત્યારે , લોકો ટ્રાફિકથી બચવા મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.જેમાં ઉત્તર દક્ષિણની સરખામણીએ પૂર્વ પશ્ચિમ કોરીડોરનો લોકો વઘારે ઉપયોગ કરે છે.
ઉત્તર દક્ષિણ કોરીડોરમાં 8 લાખ લોકોએ મુસાફરી કરી તો બીજી બાજુ પૂર્વ પશ્ચિમ કોરીડોરની 22 લાખ થી વધુ લોકોએ  મુસાફરી કરી.ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી છે.નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી છે.જ્યારે ડિસેમ્બર મહિનાના 11 દિવસમાં જ 34 હજારથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે.
અમદાવાદીઓને પબ્લિક ટ્રાંસપોર્ટ માં વધુ એક ઓપ્શન મળ્યો છે..જેમાંથી મેટ્રો હાલ ઓછા સમય માં વધુ કિલોમીટર કાપતો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે..જે સ્ટુડન્ટ થી લઇ સૌ કોઈ વધુ ઉપયોગ કરવા માટે સારો ઓપ્સશન માની રહ્યા છે.મેટ્રો કાર્ડ ની પણ ખરીદી માં વધારો થયો છે.ડિસેમ્બર ના 15 દિવસ માં જ 18 હાજર થી વધુ લોકો એ આ કાર્ડ ખરીદ્યા છે.હાલ ની સરખામણી માં રોજ 1700 જેટલા લોકો આ કાર્ડ ખરીદે છે.
કાર્ડ ખરીદનારા મુસાફરોની સંખ્યા
ઓક્ટોબર         11,675 
નવેમ્બર             17,255
ડિસેમ્બર            18,699
આ પણ વાંચોઃ  નકલી પોલીસ બનીને પૈસા પડાવતો શખ્સ ઝડપાયો, આવી રીતે સામાન્ય લોકો કરતો ટાર્ગેટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadGujaratFirstincreaseincreasingMetroMETROTRAINpassengerstrain
Next Article