Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Metro bridge: નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 તરફ શરુ થનારી મેટ્રોનો બ્રિજનો ડ્રોન નજારો

Metro bridge: અમદાવાદમાં તો અત્યારે મેટ્રો ટ્રેન ધૂમ મચાવી રહી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરને જોડતી પણ મેટ્રો શરૂ કરવાની છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 તરફ શરુ થનારી મેટ્રોનો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે....
metro bridge  નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 તરફ શરુ થનારી મેટ્રોનો બ્રિજનો ડ્રોન નજારો

Metro bridge: અમદાવાદમાં તો અત્યારે મેટ્રો ટ્રેન ધૂમ મચાવી રહી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગરને જોડતી પણ મેટ્રો શરૂ કરવાની છે. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1 તરફ શરુ થનારી મેટ્રોનો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. આગામી ટૂંક સમયમાં અમદાવાદથી સેકટર-૧, ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ પણ કરવામાં આવશે.

Advertisement

Metro bridge

Metro bridge

નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર 1ને જોડતી મેટ્રોનો આ નજારો રેકોર્ડ સમયમાં બનેલ નર્મદા મુખ્ય કેનાલ પરનો એકસટ્રા ડોઝન કેબલ સ્ટેડ બ્રિજનો છે. આ પુલમાં 145 મીટરનું સેન્ટ્રલ સ્પાન તથા 79 મીટરના બે અંતિમ સ્પાનમાં કુલ 105 સેગમેન્ટ પૈકી 100 સેગમેન્ટ લોન્ચ કરવામાં આવેલું છે.

Advertisement

Metro bridge

મળતી વિગતો પ્રમાણે અત્યારે 28.1 મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે આ પુલની કામગીરી આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ થશે.

Advertisement

પુલની કામગીરી પૂર્ણ થયા બાદ તેના પર ટ્રેક, થર્ડ રેલ વગેરેની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે માર્ચ/એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન છે. ગુજરાત મેટ્રો રેલ કોપોરેશન દ્વારા ટ્રાયલ શરૂ કરવાનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો ચાલી રહીં છે. આ સાથે અમદાવાદથી ગાંધીનગરને જોડતી મેટ્રોનું કામ પણ અત્યારે પૂર ઝડપે ચાલી રહ્યું છે. જેથી અમદાવાદથી ગાંધીનગર ઓછા સમયમાં ઝડપી પહોંચી શકાય છે. ઉલ્લેખનીય છે કે,  તેનાથી શહેરમાં વસતા લોકો સરળતાથી એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ શકશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Valinath Mahadev : જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે

Tags :
Advertisement

.