Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સત્યેન્દ્ર જૈનનો જેલવાસ હાલ રહેશે યથાવત, કોર્ટે ફગાવી દીધી જામીન અરજી

10 નવેમ્બરે ચૂકાદો અનામત રાખ્યો હતો મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનને હાલ તો  જેલમાં જ રહેવું પડશે.  આજે રાઉઝ એવન્યુ કોર્ટે સત્યેન્દ્ર જૈનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.આ મામલાની સુનાવણી કરતી બેન્ચે 10 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ છેલ્લી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આરોપ લગાવ્યો હતો કે મંત્રીનà«
સત્યેન્દ્ર જૈનનો જેલવાસ હાલ રહેશે યથાવત  કોર્ટે ફગાવી દીધી જામીન અરજી
10 નવેમ્બરે ચૂકાદો અનામત રાખ્યો હતો 
મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનને હાલ તો  જેલમાં જ રહેવું પડશે.  આજે રાઉઝ એવન્યુ કોર્ટે સત્યેન્દ્ર જૈનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.આ મામલાની સુનાવણી કરતી બેન્ચે 10 નવેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. અગાઉ છેલ્લી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ આરોપ લગાવ્યો હતો કે મંત્રીને VIP ટ્રીટમેન્ટ મળી રહી છે.મંત્રીની જેલમાં માલિશ કરવામાં આવી રહી છે. જોકે જૈનના વકીલ દ્વારા આ આરોપ પૂર્વગ્રહ યુક્ત હોવાનું જણાવાયું હતું.
સત્યેન્દ્ર જૈન સામે છે અપ્રમાણસર સંપતિનો કેસ 
સીબીઆઈએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એક્ટ  હેઠળ ઓગસ્ટ 2017માં જૈન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અને એક વર્ષ પછી ઇડીએ અપ્રમાણસર સંપત્તિ કેસમાં જૈન, તેમની પત્ની અને તેમના ચાર સહયોગીઓ સામે ચાર્જશીટ દાખલ કરી. EDએ આરોપ મૂક્યો છે કે જૈને 2015-16ના સમયગાળા દરમિયાન અમુક કંપનીઓની "લાભકારી માલિકી અને નિયંત્રણ" કર્યું હતું, જ્યારે તેઓ જાહેર સેવક હતા. આ સમયગાળા દરમિયાન, તેમને "કોલકાતા સ્થિત શેલ કંપનીઓ પાસેથી રૂ. 4.81 કરોડના નાણા મળ્યા હતા. તેમણે આ નાણાં હવાલાના નાણાં દ્વારા મેળવ્યા હતા.
સહ આરોપીઓની જામીન અરજી પણ ફગાવાઇ 
સુનાવણી દરમિયાન ન્યાયાધીશ વિકાસ ધૂલે આ કેસમાં સહ-આરોપી વૈભવ અને અંકુશ જૈનના જામીન પણ ફગાવી દીધા.. આ પહેલા બુધવારે સુનાવણી દરમિયાન જજ વિકાસ ધુલે ચુકાદો અનામત રાખ્યો હતો. તમને જણાવી દઈએ કે સત્યેન્દ્ર જૈનની જૂનમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે તિહાર જેલમાં બંધ છે.
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.