અલવરમાં મંદિર તોડવા અંગે રાજસ્થાન સરકારની કાર્યવાહી, રાજગઢના SDM સસ્પેન્ડ
અલવરમાં મંદિર તોડી પાડવાના મામલે ભારે વિવાદ થયા બાદ રાજસ્થાન સરકાર એક્ટિવ થઇ છે. આ મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સોમવારે સાંજે મોટી કાર્યવાહી કરતા રાજગઢના એસડીએમ કેશવ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અલવરમાં મંદિર તોડી પાડવાની ઘટનામાં રાજગઢના SDMની ભૂમિકાની પણ તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના અલવર જિલ્લાના રાજગઢ શહેરની છે. જ્યાં ડેવલપનમેન્ટના નામે 300 વર્ષ જુનà
અલવરમાં મંદિર તોડી પાડવાના મામલે ભારે વિવાદ થયા બાદ રાજસ્થાન સરકાર એક્ટિવ થઇ છે. આ મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સોમવારે સાંજે મોટી કાર્યવાહી કરતા રાજગઢના એસડીએમ કેશવ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અલવરમાં મંદિર તોડી પાડવાની ઘટનામાં રાજગઢના SDMની ભૂમિકાની પણ તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના અલવર જિલ્લાના રાજગઢ શહેરની છે. જ્યાં ડેવલપનમેન્ટના નામે 300 વર્ષ જુના મંદિરને તોડી પાડવામાં આવ્યું છે.
ભારે વિવાદ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા. બિડા કમિશનર રોહિતાશ્વ કુમાર આ અંગેની તપાસ કરી રહ્યા છે. રોહિતાશ્વ ભીવાડી સંકલિત વિકાસ સત્તામંડળના કમિશનર છે. રોહિતાશ્વને સરકારે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. અહીં DLB જયપુરના ડેપ્યુટી ડાયરેક્ટર પાલિકાના અધિકારીઓની તપાસ કરશે. પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ તપાસ અધિકારી રોહિતાશ્વ કુમાર રાજગઢમાં આવશે અને મંદિરને પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમજ જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તેમના પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવશે.
ઘટના શું છે?
રાજસ્થાનના અલવર જિલ્લામાં 17 એપ્રિલે મ્યુનિસિપલ પ્રશાસને શહેરી માસ્ટર પ્લાન હેઠળ 35 દબાણ દૂર કર્યા હતા. જેમાં 300 વર્ષ જૂના મંદિર ઉપર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. આ સાથે આસપાસના મકાનો પણ દબાણ તરીકે તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં અનેક શિલ્પો તૂટી ગયા હતા. લોકોએ કહ્યું કે 300 વર્ષ જૂના મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે.
કલેકટરે કહ્યું- વિધિ કરીને મૂર્તિઓ હટાવી
પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 32 ઘરો અને દુકાનો સિવાય, ત્રણ મંદિરોને પણ નિશાન બનાવ્યા હતા. કલેક્ટરે કહ્યું હતું કે મંદિરના ગર્ભગૃહને કોઈ નુકસાન થયું નથી. મૂર્તિઓ વિધિપૂર્વક દૂર કરવામાં આવી છે અને ફરી વખત વિધિવત રીતે સ્થાપિત કરવામાં આવશે.
ભાજપના રાજસ્થાન સરકાર પર પ્રહારો
ભાજપ આ ઘટનાને લઈને અશોક ગેહલોત સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. સોમવારે ભાજપે જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મંદિર તોડવા માટે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સીકરના બીજેપી સાંસદ સ્વામી સુમેદાનંદ સરસ્વતીએ કહ્યું કે જ્યારે મંદિર તોડી પાડવા અંગે બેઠક ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જોહરીલાલ મીણા પણ હાજર હતા. સુમેધાનંદે કહ્યું કે અમે અમારા રિપોર્ટમાં આ બાબતો કહી છે.
- ગેહલોત સરકારે મંદિરમાં તોડફોડ માટે માફી માગવી જોઈએ.
- જેમની પાસે માન્ય લીઝ હતી તેમને વળતર મળવું જોઈએ.
- જે અધિકારીઓ આ કેસમાં સંડોવાયેલા છે તેમને સજા થવી જોઈએ.
Advertisement