અંગારેશ્વર ખાતે રેતી ખનન માફિયા ઉપર SDMનો સપાટો,5 કરોડ 70 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ નાયબ કલેકટરશ્રી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં અંગારેશ્વર ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે સ્થળ પર રેડ પાડવામાં આવી હતી જેમાં મોડી રાત્રે પણ અંધારપટમાં નદીની અંદરથી ગેરકાયદેસર રહેતી ખન્નનું કૌભાંડ ફલિત થતાં તંત્ર દ્વારા સ્થળ ઉપર રહેલી તમામ સામગ્રી ૫ કરોડ 70 લાખના મુદ્દા માલ જપ્ત કરી ગેરકાયદેસર રેતી ખનન કરી રહેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગેરકાયદેસર રહ
ભરૂચ નાયબ કલેકટરશ્રી યુ.એન.જાડેજાની અધ્યક્ષતામાં અંગારેશ્વર ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા ઇસમો સામે સ્થળ પર રેડ પાડવામાં આવી હતી જેમાં મોડી રાત્રે પણ અંધારપટમાં નદીની અંદરથી ગેરકાયદેસર રહેતી ખન્નનું કૌભાંડ ફલિત થતાં તંત્ર દ્વારા સ્થળ ઉપર રહેલી તમામ સામગ્રી ૫ કરોડ 70 લાખના મુદ્દા માલ જપ્ત કરી ગેરકાયદેસર રેતી ખનન કરી રહેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગેરકાયદેસર રહેતી ખન્નનું કૌભાંડ
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં નર્મદા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાની અનેક વાર ફરિયાદો ઉઠી હતી અને વારંવાર ખાણ ખનીજ અને મામલતદારની તપાસમાં બંધ કરાવ્યા બાદ પણ મોડીરાત્રીએ ભૂ માફિયાઓ રેતી ખનન કરી રહ્યા હોય તેવી માહિતી ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને થતા તેઓએ તેમની ટીમ સાથે પૂર્વ પટ્ટી વિસ્તારના અંગારેશ્વર ભરૂચ ખાતે નર્મદા નદીના કિનારે અમુક ઇસમો ધ્વારા ગેરકાયદેસર રેતી ખનન તથા વહનનું કાર્ય ચાલતું હોવાનું ધ્યાનમાં આવેલ ત્યારે નાયબ કલેકટર યુ.એન.જાડેજા સાહેબ ભરૂચની અધ્યક્ષતામાં રાત્રિના 10.30 કલાકે સ્થળ પર રેડ પાડવામાં આવતા હાજર વ્યકિત નામે કમલેશભાઇ માછી રહે અંગારેશ્વર ધ્વારા આ રેતી ખનનનું કાર્ય પરમાર મેહુલભાઇ મહેશના નામનું ચાલી આવેલ છે.તેમ જણાવેલ સ્થળ પર મામલતદાર ભરૂચ, ગ્રામ્ય શહેર તથા પી.એસ.આઇ નબીપુર તેમજ માઈનિંગ સુપરવાઈઝર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા તેઓના સમગ્ર ટીમ બનાવી છાપો મારતા મોટી બાજ-7,યાંત્રિક બોટ-14હાઇવા-17 પોકલેન-7રેતીના ઢગ-400 ટન મળી સાધનોની આશરે કિંમત રૂા.570,00000 (પાંચ કરોડ સીત્તેર લાખ) નો જપ્ત કરવામાં આવ્યો હતો.
એક જ મહિનામાં મેહુલ પરમારને ત્યાં ૩ વખત રેડ..
નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતીખણનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના અહેવાલોમાં સૌપ્રથમ ખાણ ખનીજ ત્યારબાદ મામલતદાર અને હવે ભરૂચ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા રેડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ગત મોડી રાત્રે નર્મદા નદીમાં અંધારપટમાં રેતી ખનન ચાલી રહ્યું હોય તે દરમિયાન જ રેડ કરતા સ્થાનિક પોલીસ મામલતદાર સહિત નાયબ કલેકટર એ કાર્યવાહી કરી હતી અને મેહુલ પરમારની લીઝ રદ કરવાનો રિપોર્ટ કરાયો હોવાની માહિતી મામલતદાર ભાટીયાએ પૂરી પાડી હતી
૩ વિભાગે ૩ વાર કામગીરી બંધ કરાવી છતાં ભૂમાફીઆવો અંધારામાં પોતાનું કામ શરૂ કરતા અધિકારીઓએ કડક વલણ અપનાવ્યું
ભુમાફીયાઓ હવે અધિકારીઓની ઉપર વટ કામ કરી રહ્યા હોય તેવી માહિતી સામે આવી છે ખાણ ખનીજ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ કામગીરી બંધ કરાવે અને રાત્રીએ અંધારપટનો લાભ લઇ ભૂમાફિયાઓ પોતાની રેતી ખનન કરવાનું શરૂ કરી દેતા હોય છે મોડી રાત્રે પણ કામગીરી ચાલુ હોવાની બાકી નાયબ કલેકટર ને મળતા તેઓએ પોતાની ટીમ સાથે રેડ કરી તમામ મુદ્દા માલ જપ્ત કર્યો હતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement