Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BCCIના વલણથી પાક. નારાજ, વર્લ્ડ કપમાંથી Out થવાની આપી દીધી ધમકી

BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન બોર્ડ (India and Pakistan Board) આમને-સામને આવી ગયા છે. PCBએ BCCIના નિર્ણય બાદ આવતા વર્ષે યોજાનારા વન-ડે (ODI) વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી છે. મહત્વનું છે કે, એશિયા કપ 2023 ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં યોજાશે અને તેને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવી છે.PCB કડક ન
bcciના વલણથી પાક  નારાજ  વર્લ્ડ કપમાંથી out થવાની આપી દીધી ધમકી
BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા એશિયા કપ 2023 (Asia Cup 2023) માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન બોર્ડ (India and Pakistan Board) આમને-સામને આવી ગયા છે. PCBએ BCCIના નિર્ણય બાદ આવતા વર્ષે યોજાનારા વન-ડે (ODI) વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકી આપી છે. મહત્વનું છે કે, એશિયા કપ 2023 ટૂર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં યોજાશે અને તેને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવી છે.
PCB કડક નિર્ણય લેવા માટે તૈયાર
2023મા વર્લ્ડ કપ પહેલા રમાનાર એશિયા કપ 2023મા ભારત પાકિસ્તાન જશે કે કેમ તે અંગે ચાલી રહેલી મૂંઝવણનો અંત આવ્યો છે. મહત્વનું છે કે, BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ટીમ પાકિસ્તાન જઈને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની નથી. આ નિવેદન સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર PCB આવતા વર્ષે ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાંથી ખસી જવાની યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, ભારતના પાકિસ્તાનમાં એશિયા કપ ન રમવાના નિર્ણય બાદ PCB કડક નિર્ણય લેવા માટે તૈયાર થઇ ગયું છે, પરંતુ તે ICC અને ACCના નિયમોનું પણ ધ્યાન રાખશે. એટલું જ નહીં એશિયા કપ માટે પાકિસ્તાન ન આવવાના ભારતના નિર્ણય પર PCBનું કહેવું છે કે તે 2023મા ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચી શકે છે. જો કે જય શાહના નિવેદન પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. PCBના પ્રવક્તાએ કહ્યું છે કે, આ વિષય પર અમારી પાસે હજુ કંઈ કહેવાનું નથી, પરંતુ અમે નિવેદન જોઈશું અને આ મુદ્દો યોગ્ય મંચ પર ઉઠાવવામાં આવશે.
જય શાહના નિવેદને હલચલ મચાવી
મંગળવારે મુંબઈમાં BCCI AGM 2022ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. રોજર બિન્ની સૌરવ ગાંગુલીના સ્થાને BCCIના નવા અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આ સિવાય જય શાહ (Jay Shah) સેક્રેટરી પદ પર યથાવત છે. આજે એશિયા કપ 2023 (Asia Cup 2023)ને લઈને પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલા એવી વાત કરવામાં આવી રહી હતી કે, ભારતીય ટીમ એશિયા કપ 2023 (Asia Cup 2023) રમવા માટે પાકિસ્તાન જશે. પરંતુ તેના થોડા સમય બાદ જય શાહના નિવેદને હલચલ મચાવી દીધી હતી. 
યજમાની છીનવાઈ જશે તો પાકિસ્તાન ચૂપ નહીં બેસે
એવા અહેવાલો પહેલાથી જ હતા કે, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપ 2023 ન કરવાના આયોજન માટે પાકિસ્તાન પર દબાણ કરશે, પરંતુ જય શાહના નિવેદન પછી તુરંત જ જય શાહનું નિવેદન બહાર આવ્યું કે, એશિયા કપ 2023ની યાજમાની પાકિસ્તાન નહીં કરે અને તેના માટે એક ન્યૂટ્રલ વેન્યૂ નક્કી કરવામાં આવશે. જય શાહના નિવેદન બાદ PCBમા હોબાળો મચી ગયો હતો અને બાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રામીઝ રાજાના નજીકના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે જો એશિયા કપની યજમાની છીનવાઈ જશે તો પાકિસ્તાન ચૂપ નહીં બેસે. 
Advertisement
Tags :
Advertisement

.