Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાન ચૂંટણીપંચની મોટી કાર્યવાહી, 271 સાંસદો અને ધારાસભ્યોને કર્યાં સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો

પાકિસ્તાન ચૂંટણીપંચે મોટી કાર્યવાહી કરતા દેશના 271 સાંસદો (MP) અને ધારાસભ્યોની (MLA) સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. આ ધારસભ્યો અને સાંસદો પર પોતાનું ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ જમા નહી કરવાના લીધે કાર્યવાહી કરવામાં આવી છે. દર વર્ષે સ્ટેટમેન્ટ 31 ડિસેમ્બર સુધીમાં જમા કરાવવાનું હોય છે. ચૂંટણીપંચે પાકિસ્તાનના સાંસદોને એમ પણ જણાવ્યું હતું કેસ તેઓ 30 જુન 2022 સુધીનું પોતાનું નાણાંકિય સ્ટેટમેન્ટ (Fi
10:24 AM Jan 17, 2023 IST | Vipul Pandya
પાકિસ્તાન ચૂંટણીપંચે મોટી કાર્યવાહી કરતા દેશના 271 સાંસદો (MP) અને ધારાસભ્યોની (MLA) સદસ્યતા સસ્પેન્ડ કરી દીધી છે. આ ધારસભ્યો અને સાંસદો પર પોતાનું ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ જમા નહી કરવાના લીધે કાર્યવાહી કરવામાં આવી છે. દર વર્ષે સ્ટેટમેન્ટ 31 ડિસેમ્બર સુધીમાં જમા કરાવવાનું હોય છે. ચૂંટણીપંચે પાકિસ્તાનના સાંસદોને એમ પણ જણાવ્યું હતું કેસ તેઓ 30 જુન 2022 સુધીનું પોતાનું નાણાંકિય સ્ટેટમેન્ટ (Financial statement) 16 જાન્યુઆરી 2023 સુધીમાં જમા કરાવે અને સાથે ચેતવણી આપી હતી કે નાણાંકિય સ્ટેટમેન્ટ જમા નહી કરવા પર તેમનું સભ્યપદ સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
ફાઈનાન્સિયલ સ્ટેટમેન્ટ જમા નહોતું કર્યું
પાકિસ્તાન ચૂંટણીપંચે (Election Commission of Pakistan) જણાવ્યું કે, નેશનલ એસેમ્બલીના 136 સભ્યો, 21 સીનેટર અને પ્રાદેશિક એસેમ્બલીના 114 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત વર્ષે નેશનલ એસેમ્બલીના 35 અને ત્રણ સીનેટરોએ 16 જાન્યુઆરી સુધીમાં પોતાનું નાણાંકિય સ્ટેટમેન્ટ જમા નહોતું કર્યું.
મોટા નામો સામેલ
ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પંજાબથી (Punjab) પ્રાદેશિક વિધાનસભાના કોઈ સભ્ય સસ્પેન્ડ નથી કારણ કે પ્રાદેશિક વિધાનસભાને પહેલા જ ભંગ કરી દેવામાં આવી છે. નેશનલ એસેમ્બલીના સભ્યો અને સીનેટરો સિવાય સિંધમાંથી 48 MPA, ખૈબર પખ્તૂનખ્વાથી 54 અને બલુચિસ્તાનથી 12 સભ્યોનું સભ્ય પદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. સસ્પેન્ડેડ MNAમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના સિનિયર નેતા અને કેબિનેટ સભ્ય અહસાન ઈકબાલ અને ખ્વાજા આસિફ સામેલ છે. આ સિવાય લોક લેખા સમિતિના અધ્યક્ષ નૂર આલમ ખાન પણ સામેલ છે. આ સિવાય આ યાદીમાં અન્ય સંઘીય મંત્રીઓમાં સાજીદ તુરી, મુફ્તી અબ્દુલ શકૂર, ચૌધરી તારિક બશીર ચીમા અને મોહમ્મદ ઈસરાર તરીનનું નામ પણ છે.
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાનના સંયોજન ખાલિદ મકબુલ સિદ્દીકી પણ આ યાદીમાં સામે છે. સસ્પેન્ડ કરવામાં આવેલા 21 સીનેટરોમાં પૂર્વ નાણાંમંત્રી અને પીટીઆઈના સીનેટર શૌકત તરીન પણ સામેલ છે. એમએનએ સિનેટર અને એમપીએની સંખ્યા છેલ્લા બે વર્ષોની તુલનામાં વર્ષ 2023 માટે ખુબ વધારે છે અને દિગ્ગજ રાજનેતાઓ સહિત સત્તાધારી ગઠબંધનથી સંબંધિત સાંસદ પોતાના કાનુની દાયિત્વ પુરું કરવામાં નિષ્ફળ રહ્યાં.
આ પણ વાંચો - PAK PMની PM MODIને આજીજી, કહ્યું ભારત સાથે 3 યુદ્ધ લડ્યા પણ ભાન થઇ ગયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ElectionCommissionofPakistanGujaratFirstMLAMPPakistanPECSuspendsપાકિસ્તાનપાકિસ્તાનચૂંટણીપંચ
Next Article