Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાત્રે આઠ વાગ્યે બજાર બંધ થઈ જાય તો ઓછાં બાળકો પેદા થશે : પાક સંરક્ષણ મંત્રી

શું એવું માની શકાય કે જો રાત્રે આઠ વાગ્યે બજારો બંધ થઈ જાય તો ઓછાં બાળકો જન્મશે ? તમે કહેશો ના, પરંતુ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો અભિપ્રાય આની વિરુદ્ધ છે. તેમનું એક વિચિત્ર નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આમાં તેઓ કહી રહ્યા છે કે 'જ્યાં બજારો 8 વાગ્યે બંધ થાય છે, ત્યાં ઓછા બાળકો જન્મે છે'. લોકો તેમના આ હાસ્યાસ્પદ નિવેદનને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરી રહ્યા છà
રાત્રે આઠ વાગ્યે બજાર બંધ થઈ જાય તો ઓછાં બાળકો પેદા થશે   પાક સંરક્ષણ મંત્રી
શું એવું માની શકાય કે જો રાત્રે આઠ વાગ્યે બજારો બંધ થઈ જાય તો ઓછાં બાળકો જન્મશે ? તમે કહેશો ના, પરંતુ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફનો અભિપ્રાય આની વિરુદ્ધ છે. તેમનું એક વિચિત્ર નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આમાં તેઓ કહી રહ્યા છે કે 'જ્યાં બજારો 8 વાગ્યે બંધ થાય છે, ત્યાં ઓછા બાળકો જન્મે છે'. લોકો તેમના આ હાસ્યાસ્પદ નિવેદનને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરી રહ્યા છે. ખ્વાજા આસિફ શું કહેવા માંગતા હતા? અને તેનો ઈરાદો શું હતો?, તે તો તેને જ ખબર છે, પરંતુ તેમણે જે કહ્યું તે એ છે કે 'પાકિસ્તાનમાં જ્યાં રાતના આઠ વાગ્યે બજારો બંધ થઈ જાય છે, ત્યાં બાળકોની સંખ્યા ઓછી છે, ત્યાં ઓછા બાળકો જન્મે છે.
Advertisement

પાકિસ્તાનમાં જબરજસ્ત વીજ સંકટ 
વાસ્તવમાં પાકિસ્તાન જબરદસ્ત આર્થિક અને વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. આનો સામનો કરવા માટે શાહબાઝ શરીફ સરકાર અનેક પદ્ધતિઓ અપનાવી રહી છે. આમાં વીજળી બચાવવા માટે બજારો અને દુકાનો વહેલા બંધ કરવાના પગલાંનો સમાવેશ થાય છે. દેશના ઘણા ભાગોમાં બજારો, મેરેજ હોલ, મોલ વગેરેને રાત્રે વહેલા બંધ કરી દેવામાં આવે છે, જેથી વીજળીનો વપરાશ ઘટાડી શકાય. પ્રેસ કોન્ફરન્સમાં પાક સંરક્ષણ મંત્રી આસિફને આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી હતી. એટલા માટે તેણે આ વિચિત્ર વાત કહી.

બજાર રાત્રે 8.30 વાગ્યે અને મેરેજ હોલ રાત્રે 10 વાગ્યે બંધ 
પાકિસ્તાને મંગળવારે વીજળી બચાવવાની યોજના હેઠળ વિવિધ પગલાંની જાહેરાત કરી છે. જેમાં બજારો અને મેરેજ હોલ વહેલા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કેબિનેટની બેઠક બાદ મીડિયાને જણાવ્યું કે હવે બજારો રાત્રે 8.30 વાગ્યે બંધ થઈ જશે, જ્યારે મેરેજ હોલ રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે. તેનાથી દેશના 60 અબજ રૂપિયાની બચત થશે. આવતા મહિનાથી બલ્બનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવશે. તેવી જ રીતે, વધુ પાવર વપરાશ ધરાવતા પંખાનું ઉત્પાદન જુલાઈથી બંધ કરી દેવામાં આવશે. આ ઉપાયોથી 22 અબજ રૂપિયાની બચત થશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.