કરાચીમાં જન્મેલા L.K Advani 1947માં પાકિસ્તાન છોડી ભારત આવી ગયા અને...
Lal Krishna Advani: ભારત સરકારે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાને કહ્યું કે, ‘અમારા વખતે સન્માનિત રાજનેતાઓમાં અડવાણીએ ભારતના વિકાસમાં મહાન યોગદાન આપ્યું છે. તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન જમીનથી કામ કરવાની શરૂઆત કરી હતી અને ઉપપ્રધાનમંત્રીના રૂપમાં પણ દેશની સેવા કરી છે.’ પ્રધાનમંત્રીએ અડવાણીને અંગે શુભેચ્છાઓ આપી હતી.
અડવાણી પાકિસ્તાનથી 1974માં ભારત આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનના કરાચીમાંથી ભારત આવેલા છે. લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927માં પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો. 1997માં એન્ડ્રુ વ્હાઈટહેડને આપેલા ઈન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તમને કરાચી પ્રત્યે ખાસ લગાવ છે? ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘ખુબ જ વધારે છે. અડવાણીએ કહ્યું હતું કે, મારો જન્મ કરાચીમાં થયો હતો. મે ત્યા રહીને જ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. આ સાથે થોડા સમય માટે ત્યા રહીને કોલેજ પણ કરી હતી. જ્યારે મે કરાચી છોડ્યું ત્યારે મારી ઉંમર 19 વર્ષની હતી.’
સપ્ટેમ્બર 1947માં કરાચીમાં જોરદાર વિસ્ફોટ થયો હતોઃ અડવાણી
આ અંગે વધુ જાણકારી આપતા તેમણે કહ્યું કે, જ્યારે મે કરાચી છોડ્યું ત્યારે ત્યાની આબાદી 3 થી 4 લાખ હતી. મારે ત્યા મોટા ભાગના દોસ્તો હિંદુ હતા, થોડા ઈસાઈ, પારસી અને યહુદીઓ પણ હતા. જ્યારે તેઓ સેન્ટ પૈટ્રીક હાઈ સ્કૂલમાં ભણતા હતા ત્યારે થોડા મિત્રો મુસ્લિમ પણ હતા. ભારત પાકિસ્તાનના ભાગલાને લઈને અડવાણીએ ઘણી વાતોનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે 1947ના આગમન સાથે જ વસ્તુઓ ઝડપથી બદલાવા લાગી. ઈન્ટરવ્યુમાં અડવાણીએ કહ્યું, 'હું તે સમયે RSSમાં જોડાઈ ગયો હતો. એ વખતે ત્યાં મુસ્લિમ લીગ એટલી મજબૂત નહોતી. જ્યારે બંને દેશોનું વિભાજન થયું ત્યારે અમે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું હતું કારણ કે કરાચીની સ્થિતિ પંજાબ જેવી નહોતી. પરંતુ, થોડા દિવસોમાં પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. અડવાણીએ કહ્યું કે સપ્ટેમ્બર 1947માં કરાચીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારથી ત્યાં રહેતી હિન્દુ વસ્તીનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.
12 સપ્ટેમ્બર 1947ના રોજ કરાચી છોડી દીધું
આ વિસ્ફોટને લઈને RSSના લોકો પર આરોપો લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તે સમયે હું 19 વર્ષનો હતો અને તે ઉંમરમાં પણ હું RSS સાથે સંકળાયેલા હોવાને કારણે ડરતો નહોતો. અંતે અમે 12 સપ્ટેમ્બર 1947ના રોજ કરાચી છોડી દીધું. પહેલા તે એકલો ગયો. કારણ કે આરએસએસ સાથેના તેમના જોડાણને કારણે લોકોએ તેમને જલ્દીથી ત્યાંથી ચાલ્યા જવાની સલાહ આપી હતી. લગભગ એક મહિના પછી તેનો પરિવાર કરાચી છોડી ગયો.