Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝૂલતા પુલ પર ડરને કારણે રડ્યો નેત્રમ,પરિવાર પુલની બહાર આવ્યો,અને પુલ ધડામ દઇને તૂટી પડ્યો

રાજુલાના સાગરભાઈ મહેતા અને તેમનો પરિવાર મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા સહેજમાં રહી ગયા.. સાગરભાઇ પરિવાર સાથે મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની મજા માણવા ગયા હતા.પરંતુ તેમના પુત્રએ જાણે રડીને કંઇક અઘટિત ઘટવાના અણસાર આપ્યા અને પરિવાર આખો પુલ પરથી બહાર આવી ગયો.. અને પરિવારના બહાર આવતાજ ગણતરીની સેકન્ડ્સમાં  પુલ તૂટી પડ્યો હતો. નેત્રમને બીક લાગતા તે રડવા લાગ્યો જે લોકો આ પુલ પà
ઝૂલતા પુલ પર ડરને કારણે રડ્યો નેત્રમ પરિવાર પુલની બહાર આવ્યો અને પુલ ધડામ દઇને તૂટી પડ્યો
રાજુલાના સાગરભાઈ મહેતા અને તેમનો પરિવાર મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાનો ભોગ બનતા બનતા સહેજમાં રહી ગયા.. સાગરભાઇ પરિવાર સાથે મોરબીના ઝૂલતા પુલ પર રવિવારની મજા માણવા ગયા હતા.પરંતુ તેમના પુત્રએ જાણે રડીને કંઇક અઘટિત ઘટવાના અણસાર આપ્યા અને પરિવાર આખો પુલ પરથી બહાર આવી ગયો.. અને પરિવારના બહાર આવતાજ ગણતરીની સેકન્ડ્સમાં  પુલ તૂટી પડ્યો હતો. 

નેત્રમને બીક લાગતા તે રડવા લાગ્યો 
જે લોકો આ પુલ પર ગયા હતા તેમાં ભાનુભાઈ મહેતા, સાગરભાઇ મહેતા, કોમલબેન, ખેવના અને નેત્ર સહિતના પરિવારના લોકો હતાં. જોકે પુલ પર થોડે સુધી પહોંચ્યા અને પુલ હલવાને કારણે નવ વર્ષીય નેત્રને બીક લાગી હતી, જેથી તે રડવા લાગ્યો હતો અને બહાર આવવા જીદ કરી હતી, જેથી પરિવારે પુલ પર સેલ્ફી લીધી અને આખો પરિવાર પુલની બહાર આવી ગયો. જે બાદ પરિવાર ગાડી લઇને નીકળી ગયો હતો..અને ત્યારબાદ માત્ર 15 મિનિટમાં આ પુલ તૂટી પડ્યો હતો.
સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકતાં સગાં ચિંતામાં મુકાયાં
આ પરિવારે પુલ પર લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકી હતી,જેથી આ દુર્ઘટનાના સમાચાર સાંભળીને સગાં-સંબંધીઓ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. પરિવારે જણાવ્યું સતત સગાં-સંબંધીઓના ફોન આવી રહ્યા છે. પરિવારનું કહેવું છે કે ભગવાને અમને અણસાર આપ્યા હોય એમ અમે નેત્રને કારણે બચી ગયા અને અત્યારે હેમખેમ છીએ, પરંતુ આ ગોજારી ઘટના અમે ક્યારેય નહીં ભૂલી શકીએ.પુલ ઉપર લીધેલી સેલ્ફી અમને કાયમ યાદ રહેશે.
Advertisement
Tags :
Advertisement

.