Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, જાણો કેવી રીતે

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ જેમા ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી લીધી છે. આ મેચ દરમિયાન ઘણા કિસ્સાઓ બન્યા હતા કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમા તાજેતરમાં એક એવી ઘટના બની જેના કારણે IPLની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.IPLનો બીજો સૌથી મોંઘો ખેલાડી થયો ઈજાગ્રસ્તથોડા દિવસો પહેલા IPL 2023 નું મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો  જાણો કેવી રીતે
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ જેમા ઓસ્ટ્રેલિયાએ શાનદાર જીત મેળવી લીધી છે. આ મેચ દરમિયાન ઘણા કિસ્સાઓ બન્યા હતા કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમા તાજેતરમાં એક એવી ઘટના બની જેના કારણે IPLની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
IPLનો બીજો સૌથી મોંઘો ખેલાડી થયો ઈજાગ્રસ્ત
થોડા દિવસો પહેલા IPL 2023 નું મિની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બીજા સૌથી મોંઘા ખેલાડી તરીકે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે કેમેરૂન ગ્રીન માટે બોલી કરી હતી. તેને મુંબઈની ટીમે 17.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, તે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો સદસ્ય હતો. મેચ દરમિયાન તેને હાથની આગળીમાં ગંભીર ઈજા પહોંચી છે.  વળી માહિતી અનુસાર, તેની ઈજા એટલી ગંભીર છે કે તેને સર્જરી કરાવવી જ પડશે. જેના કારણે મુંબઈની ટીમ હવે ચિંતામાં મુકાઇ ગઇ છે. મહત્વનું છે કે, ચાહકો ગ્રીનને IPLમાં રમતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે દરેક લોકો રાહ જોઈ રહ્યા છે કે ગ્રીન ક્યારે ઠીક થશે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ દરમિયાન કેમરન ગ્રીનને આંગળીમાં ઈજા થઈ હતી. જે બાદ તેને તાત્કાલિક બહાર મોકલી દેવામાં આવ્યો હતો. 
Advertisement

ગ્રીનના જમણા હાથની આંગળીમાં થયું ફ્રેક્ચર
દક્ષિણ આફ્રિકાના બોલર એનરિક નોર્ટજેનો બોલ તેની આંગળી પર એટલો જોરથી વાગ્યો કે તેની આંગળીમાં લોહી નીકળવા લાગ્યું હતું. મહત્વનું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી સત્તાવાર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે ગ્રીનના જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે અને તે મેચની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શકશે નહીં. જોકે ગ્રીન જરૂર પડ્યે ટીમ માટે બેટિંગ કરી શકે છે. આ સાથે નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેમેરોન ગ્રીન સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે અને તેના માટે બિગ બેશ લીગની નવી સિઝનમાં રમવું મુશ્કેલ છે.
સૌથી વધુ બોલી MI એ લગાવી
કેમેરોન ગ્રીનના ચાહકોને આશા છે કે તે ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પહેલા ફિટ થઈ જશે જેથી તે આગળ જઈને IPLમાં પોતાની બેટિંગથી બોલરોના નાકમાં દમ કરી દે. IPL હરાજી દરમિયાન કેમેરોન ગ્રીન એક હોટ પ્રોપર્ટી હતી, તેણે પોતાની ઓલરાઉન્ડ પ્રતિભાથી ઘણી ફ્રેન્ચાઈઝીના દિલ જીત્યા હતા. ગ્રીનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી, પરંતુ મુંબઈએ અન્ય ફ્રેન્ચાઈઝી કરતાં વધુ બોલી લગાવીને ગ્રીનને ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયા-દક્ષિણ આફ્રિકા બીજી ટેસ્ટ મેચ કેવી રહી?
દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 10 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 8 વિકેટના નુકસાને 578 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકા 204 રનમાં પત્તાની જેમ વિખેરાઈ ગઈ હતી. આ રીતે, કાંગારૂઓએ એક ઇનિંગ્સ અને 182 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.