Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાતિલ ઠંડીને લઇને સુરતમાં સવાર પાળીની શાળાઓને સમયમાં ફેરફારની છૂટ અપાઇ

હાલ સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.. એવામાં વહેલી સવારે શાળાએ જનારા વિદ્યાર્થીઓની હાલત ઠંડીમાં કફોડી થતી હોય છે.. જેને ધ્યાનમાં રાખીને  સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વના સૂચન કર્યા છે.સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાની છૂટ અપાઇ આ સૂચન અનુસાર સવાર પાળીમાં ચાલતી તમામ શાળાના સંચાલકોને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાà
કાતિલ ઠંડીને લઇને સુરતમાં સવાર પાળીની શાળાઓને સમયમાં ફેરફારની છૂટ અપાઇ
હાલ સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.. એવામાં વહેલી સવારે શાળાએ જનારા વિદ્યાર્થીઓની હાલત ઠંડીમાં કફોડી થતી હોય છે.. જેને ધ્યાનમાં રાખીને  સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વના સૂચન કર્યા છે.

સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાની છૂટ અપાઇ 
આ સૂચન અનુસાર સવાર પાળીમાં ચાલતી તમામ શાળાના સંચાલકોને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. .કાર્યકારી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુરતમાં આવેલી શાળાઓને સવારનો સમય બદલવા અથવા વિદ્યાર્થીઓ માટે ઠંડીથી બચવાની વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે. 

વિદ્યાર્થીઓને ઠંડીમાં ભારે પરેશાની થતી હોવાની ફરીયાદો ઉઠી હતી 
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીને પગલે ગુજરાત સહિત સુરતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આથી સવાર પાળીના વિદ્યાર્થીઓ સવારે શાળાએ જવામાં પરેશાની અનુભવી રહ્યા છે. જેવી અનેક ફરિયાદો ઠંડી ની શરુઆત થી જ ઉઠી રહી છે.જેને પગલે સુરતના કાર્યકારી જિલ્લા શિક્ષણાધિકારી ડો. દીપક દરજીએ સવાર પાળીમાં ચાલતી સરકારી, ગ્રાન્ટેડ કે સ્વનિર્ભર શાળાઓના સંચાલકો સવાર પાળીની શાળાના સમયમાં ફેરફાર કરી શકે છે તેવું જણાવ્યું હતું. જો શાળા ના સમયમાં ફેરફાર થાય તો તેનાથી વિદ્યાર્થીઓને શાળાએ આવવામાં સાનુકૂળતા રહેશે. જેથી શાળા સંચાલકોને સવાર પાળીના સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે.

કોઇપણ કલરના સ્વેટર પહેરવા માટે છૂટ 
જો કે અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા કેટલીક શાળાઓમા કાર્યકારી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અપાયેલા સૂચન અંગે વાત કરવામાં આવી હતી,જેમાં સુરતના અડાજણ ખાતે આવેલી શાળાએ ઠંડી શરૂ થતાંજ પોતે જ વિદ્યાર્થીઓનાં શાળાએ આવવાના સમયમાં ફેરફાર કર્યો હોવાનું જણાવ્યું હતું ,વિદ્યાર્થી શાળાના સમય થી 30 મિનિટ લેટ આવી શકે તેવી છૂટ અડાજણ ખાતે આવેલી ખાનગી સ્કૂલમાં આપવામાં આવી છે. જો કે તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ કલર ના સ્વેટર અથવા ઠંડી થી બચવા ગરમ કપડાં પહેરવા માટે પણ સૂચના અપાઇ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઠંડીમાં રાહત મળે તે માટે વિવિધ એક્ટિવિટી પણ કરાવવામાં આવી રહી છે. હાલમાં કેટલીક શાળાઓ દ્વારા સમય ફેરફાર કરાયા છે તો કેટલીક શાળાઓ હજી સમય બદલવા વિચારી રહી છે.
કાતિલ ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યું છે સુરત 
હાલ સુરત સહિત જિલ્લામાં ગાત્રો ધ્રુજાવતી ઠંડી યથાવત રહેતા જિલ્લા શિક્ષણ તંત્રની ચિંતા વધી છે .સુરતનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી જ્યારે મહતમ તાપમાન ૩૦.૮ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે જો કે 23 જાન્યુઆરીથી ઠંડી નો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધવાને પગલે ત્રણ ડિગ્રી તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે શાળાઓનાં સમય માં ફેરફાર કરવા સૂચનો અપાયા છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.