ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

5 વર્ષની બાળકી પર સિંહે કર્યો હુમલો, આખી રાતની મહેનત બાદ આખરે સિંહ પૂરાયો પાંજરે

અમરેલીમાં સિંહનું દેખાવું એક સામાન્ય બાબત બની ગઇ છે. કહેવાય છે કે, આ સિંહ કારણ વિના કોઇ માણસ પર હુમલો કરતા નથી. ત્યારે હવે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણી તમારા દિમાગમાં પણ સવાલ આવશે કે શું આ વાત સાચી જ છે? સોમવારે અમરેલીના બગસરા તાલુકાના કડાયા ગામમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની છે. અહીં એક 5 વર્ષની બાળકી રસ્તે ફરતા સિંહનો શિકાર બની છે. મળતી માહિતી મુજબ, કડાયા ગામમાં ખેત àª
06:19 AM May 03, 2022 IST | Vipul Pandya
અમરેલીમાં સિંહનું દેખાવું એક સામાન્ય બાબત બની ગઇ છે. કહેવાય છે કે, આ સિંહ કારણ વિના કોઇ માણસ પર હુમલો કરતા નથી. ત્યારે હવે એક એવા સમાચાર સામે આવ્યા છે કે જે જાણી તમારા દિમાગમાં પણ સવાલ આવશે કે શું આ વાત સાચી જ છે? 
સોમવારે અમરેલીના બગસરા તાલુકાના કડાયા ગામમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના બની છે. અહીં એક 5 વર્ષની બાળકી રસ્તે ફરતા સિંહનો શિકાર બની છે. મળતી માહિતી મુજબ, કડાયા ગામમાં ખેત મજૂરી કરતા રાજસ્થાની મજૂરની એક નાની 5 વર્ષની બાળકીને રાત્રિના સમયે સિંહ દબોચીને ઉપાડી ગયો હતો. આ નાની ફૂલ જેવી બાળકીને સિંહે લગભગ અડધા કિલોમીટર સુધી ખેંચી હતી, અને બાદમાં તેને ફાડી ખાધી હતી. અમરેલીમાં સિંહો દ્વારા જાનવરનો પીછો કરી તેનો શિકાર કરવાનું અત્યાર સુધી સામે આવતું હતું પરંતુ હવે તે આ સાવજ માણસો પર પણ હુમલો કરવા લાગ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 
ગત રાત્રે બનેલી દુઃખદ ઘટના બાદ મોડી રાત્રે માનવ ભક્ષી બનેલા સિંહને વનવિભાગે ટ્રાન્ગ્યુલાઇજ કરી પાંજરે પૂર્યો હતો. જ્યારે મૃતક બાળકીનું PM હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે 5 વર્ષની ખેત મજૂરની બાળાના મોતથી કડાયા ગામમાં દહેશતનો માહોલ સર્જાયો હતો અને સિંહ પાંજરે પુરાઇ જતા રાહતનો શ્વાસ ગ્રામજનોએ લીધો હતો. વનવિભાગ આખી રાત સિંહ પાછળ રહ્યા હતા. સાસણ એનિમલ કેર સેન્ટર સાથે અમરેલી રેવેન્યુ વિભાગનું વનતંત્ર એ રાત્રે સિંહને પાંજરે પુરીને સાસણ ખસેડી દીધો હતો અને ગ્રામજનો દ્વારા મૃતક ખેતમજૂરને સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગણીઓ અશ્વિનભાઈ બામરોલી અને રાજદીપભાઈ ધાંધલ દ્વારા કરવામાં આવી હતી.
Tags :
AmreliattackBagasarachildgirlGujaratGujaratFirstLionLionAttack
Next Article