ખેડામાં ગરબે રમી રહ્યા હતા ખેલૈયાઓ અને અચાનક શરૂ થયો પથ્થરમારો, 6 લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં નવરાત્રિનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે 9મું અને અંતિમ નોરતું છે પરંતુ આ સમય દરમિયાન અસામાજિક તત્વો કોઇને કોઇ રીતે આ પાવન પર્વમાં ખલેલ પહોંચાડતા જોવા મળી રહ્યા છે. ખેડાના ઉંધેલા ગામમાં સોમવારે રાત્રે નવરાત્રિના ગરબા થઇ રહ્યા હતા જે દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ પથ્થરમારામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.પથ્થરમારામાં 6
06:44 AM Oct 04, 2022 IST
|
Vipul Pandya

રાજ્યમાં નવરાત્રિનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે 9મું અને અંતિમ નોરતું છે પરંતુ આ સમય દરમિયાન અસામાજિક તત્વો કોઇને કોઇ રીતે આ પાવન પર્વમાં ખલેલ પહોંચાડતા જોવા મળી રહ્યા છે. ખેડાના ઉંધેલા ગામમાં સોમવારે રાત્રે નવરાત્રિના ગરબા થઇ રહ્યા હતા જે દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. આ પથ્થરમારામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી.
પથ્થરમારામાં 6 લોકો ઈજાગ્રસ્ત
નવરાત્રિનો પાવન પર્વમાં ખેડા જિલ્લામાં અમુક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ભક્તિમાં ડૂબેલા લોકો જ્યારે ગરબા રમી રહ્યા હતા તે દરમિયાન જ પથ્થરમારાની ઘટના સામે આવી, જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. DSP ખેડાએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે ઉંધેલા ગામમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન આરીફ અને ઝહીર નામના બે લોકોની આગેવાનીમાં એક જૂથે હંગામો મચાવ્યો હતો. બાદમાં તેઓએ પથ્થરમારો શરૂ કર્યો, જેમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા. DSP ખેડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કડક કાર્યવાહી કરવામાં આવશે. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગરબા સ્થળ પર હુમલામાં છ લોકો ઈજાગ્રસ્ત
મળી રહેલી માહિતી અનુસાર, રાજ્યના કચ્છ જિલ્લામાં કેટલાક લોકો બળજબરીથી એક ગરબા સ્થળે ઘૂસી ગયા હતા અને ત્યાં હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, સોમવારે રાત્રે બનેલી ઘટના બાદ માતર તાલુકાના ઉંધેલા ગામમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. ખેડાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે આરીફ અને ઝહીર નામના બે માણસોની આગેવાની હેઠળનું એક જૂથ નવરાત્રિના ગરબા સ્થળમાં ઘૂસી ગયું હતું અને હંગામો મચાવ્યો હતો. તેઓએ પથ્થરમારો પણ કર્યો હતો.