Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેરળમાં NIAની કાર્યવાહીના વિરોધમાં તોડફોડ, RSS કાર્યાલય પર પેટ્રોલ બોંબ ફેંકાયો

કેરળમાં (Kerala) નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના (NIA) દરોડાના વિરોધમાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)એ બંધનું એલાન કર્યું હતું પરંતુ કન્નૂરના પૈય્યાનૂરમાં કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન બંધ કરવાનો ઈનકાર કરતા PFI કાર્યકર્તા અને સ્થાનિક  લોકો વચ્ચે ઘર્ષણ થયું જે જોતજોતામાં હિંસામાં પરિવર્તિત થઈ ગયું. અગાઉ પણ કેરળના અનેક શહેરોમાં PFIનું ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું છે.વાહનોમાં તોડફોડકેરળમાં
04:58 PM Sep 23, 2022 IST | Vipul Pandya
કેરળમાં (Kerala) નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના (NIA) દરોડાના વિરોધમાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (PFI)એ બંધનું એલાન કર્યું હતું પરંતુ કન્નૂરના પૈય્યાનૂરમાં કેટલાક દુકાનદારોએ પોતાની દુકાન બંધ કરવાનો ઈનકાર કરતા PFI કાર્યકર્તા અને સ્થાનિક  લોકો વચ્ચે ઘર્ષણ થયું જે જોતજોતામાં હિંસામાં પરિવર્તિત થઈ ગયું. અગાઉ પણ કેરળના અનેક શહેરોમાં PFIનું ઉગ્ર પ્રદર્શન જોવા મળ્યું છે.
વાહનોમાં તોડફોડ
કેરળમાં PFI બંધ દરમિયાન ઘણા શહેરોમાંથી તોડફોડના અહેવાલો મળ્યા છે. ત્રિવેન્દ્રમ, કોલ્લમ અને કોઝિકોડથી બસો અને વાહનોમાં તોડફોડની તસવીરો સામે આવી છે. કોચીમાં PFI કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડાનો વિરોધ કરે છે. તેમણે સ્થાનિક સ્તરે દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ પોલીસે અહીં વિરોધ કરી રહેલા અને દુકાનોને નુંકસાન પહોંચાડનારા 5 લોકોની અટકાયત કરી છે.
કાર્યવાહી
PFI દ્વારા 12 કલાકના બંધના એલાનમાં થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં શુક્રવારે 500 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 400 અન્ય લોકોને અટકાયત કરવામાં આવી હતી.
RSS ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકાયો
કન્નુરમાં PFIનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. અહીંના મત્તાનૂરમાં RSSની ઓફિસ પર બે PFIના માણસોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યાની વિગતો પણ સામે આવી છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ કેરળમાં ઘણી જગ્યાએ PFIની દુકાનો, જાહેર સંપત્તિ અને હોટલોને નુકસાન થયાના અહેવાલો પણ સામે આવ્યા છે.

NIAની કાર્યવાહીનો વિરોધ
ઉલ્લેખનિય છે કે, NIAએ 22મી સપ્ટેમ્બરે મોડી રાત્રે દેશભરમાં PFIના લગભગ 150 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 15 રાજ્યોમાં એક સાથે પાડવાની કાર્યવાહીમાં NIAના 200 અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોથી વધુ ટેરર ​​ફંડિંગના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અત્યંત ગુપ્ત રીતે આયોજિત આ ઓપરેશનમાં કેરળથી દિલ્હી, UP સુધી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં PFIના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓ. એમ.એ. સલામની કેરળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, દિલ્હી PFI ચીફ પરવેઝ અહેમદની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Tags :
GujaratFirstKannurKeralaKollamKozhikodeNIAPFIpoliceProtestshutdownTrivandrum
Next Article