Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જયંત ચૌધરી, સિબ્બલ, ચિદંબરમનું રાજ્યસભામાં જવાનું નક્કી, જાણો ક્યાં કેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા

સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભામાં આગામી 10 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. જેશના 15 રાજ્યોની 57 સીટ માટે આ ચૂંટણી યોજાનાર છે. જેમાં યુપી, બિહાર, તમિલનાડુ, છત્તીસગઢ અને પંજાબમાં શુક્રવારે નામાંકન પરત ખેંચાયા બાદ તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. કુલ 12 રાજ્યોમાં રાજ્યસભાની 46 બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે તે નક્કી જ છે. રાજ્યસભા ચૂંટણી માટે 10 જૂને સવારે 9
જયંત ચૌધરી  સિબ્બલ  ચિદંબરમનું રાજ્યસભામાં જવાનું નક્કી  જાણો ક્યાં કેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભામાં આગામી 10 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. જેશના 15 રાજ્યોની 57 સીટ માટે આ ચૂંટણી યોજાનાર છે. જેમાં યુપી, બિહાર, તમિલનાડુ, છત્તીસગઢ અને પંજાબમાં શુક્રવારે નામાંકન પરત ખેંચાયા બાદ તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. કુલ 12 રાજ્યોમાં રાજ્યસભાની 46 બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે તે નક્કી જ છે. રાજ્યસભા ચૂંટણી માટે 10 જૂને સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી પણ તે જ દિવસે સાંજે પાંચ વાગ્યાથી શરુ થઇ જશે. 
રાજ્યસભાની ચૂંટણીને લઇને એક તરફ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઇ રહ્યા છે. તો બીજી તરફ તમામ પક્ષો એકાદ વધારાની રાજ્યસભા સીટને જીતવા માટે ચોગઠા ગોઠવી રહ્યા છે. ત્યાં સુધી કે રાજસ્થાનમાં તો રાજ્યસભાાની ચૂંટણીને લઇને રિસોર્ટ રાજકારણ પણ શરુ થઇ ગયું છે. આવી સ્થિતિ વચ્ચે આવો જાણીએ કે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત એવા ક્યા રાજ્યો છે કે જ્યાં રાજ્યસભાના ઉમેદવાારો બિનહરીફ ચૂંટાયા છે.
ઉત્તર પ્રદેશ:
ઉત્તર પ્રદેશમાં 11 રાજ્યસભા બેઠક માટે મેદાનમાં ઉતરેલા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપના 8 ઉમેદવાર છે. ભાજપ તરફથી આઠ રાજ્યસભા સીટ માટે ઉમેદવારી નોંધાવનારા લક્ષ્મીકાંત વાજપેયી, રાધા મોહન દાસ અગ્રવાલ, સુરેન્દ્ર સિંહ નાગર, બાબુરામ નિષાદ, દર્શના સિંહ, સંગીતા યાદવ, મિથિલેશ કુમાર અને કે લક્ષ્મણ બિનહરીફ ચૂંટાયા છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના ત્રણ ઉમેદવારો પણ બિનહરીફ ચૂંટાયા છે. જેમાં જાવેદ અલી ખાન, જયંત ચોધરી અને કપિલ સિબ્બલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આરએલડી અધ્યક્ષ જયંત ચૌધરીને સપાએ રાજ્યસભામાં મોકલ્યા છે.
બિહાર:
બિહારમાં પાંચ રાજ્યસભા સીટ પર તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ભાજપ તરફથી શંભુ શરણ પટેલ અને સતીશ ચંદ્ર દુબે, આરજેડી તરફથી મીસા ભારતી અને ફયાઝ અહેમદ અને જેડીયુ તરફથી ખીરુ મહતોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.
છત્તીસગઢઃ 
છત્તીસગઢમાં બે બેઠકો માટે માત્ર બે ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી રણજીત રંજન અને રાજીવ શુક્લા મેદાનમાં હતા. જે બંને બિનહરીફ ચૂંટાયા છે.
પંજાબઃ 
અહીં રાજ્યસભાની બે બઠકો માટે માત્ર બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તેમાંથી એક આમ આદમી પાર્ટીના પ્રખ્યાત પર્યાવરણવાદી પદ્મશ્રી સંત બલબીર સિંહ સીચેવાલ અને બીજા સામાજિક કાર્યકર પદ્મશ્રી વિક્રમજીત સાહની છે. બંને શુક્રવારે બિનહરીફ ચૂંટાયા છે.
તમિલનાડુ: 
તામિલનાડૂમાં રાજ્યસભાની છ બેઠકો માટે પણ માત્ર એક-એક ઉમેદવાર જ મેદાનમાં હતો. જેથી તમામ બિનહરીફ ચૂંટાયા છે. જેમાં ડીએમકે તરફથી કલ્યાણસુંદરમ, આર ગિરાજન અને કેઆરએન રાજેશકુમાર છે. તો કોંગ્રેસમાંથી પી ચિદમ્બરમ અને એઆઈડીએમકે તરફથી સીવી ષણમુગમ અને આર ધર્મરી રાજ્યસભામાં જશે.
Advertisement
Tags :
Advertisement

.