Tamilnadu: BSP નેતા આર્મસ્ટ્રોંગ હત્યાકાંડનો 1 આરોપી એન્કાઉન્ટમાં ઠાર
Tamilnadu: તમિલનાડુમાં બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર્મસ્ટ્રોંગની હત્યા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આજે વહેલી સવારે આ કેસમાં એક આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. ચેન્નાઈ પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી.
શું કહ્યુ પોલીસે ?
આ મામલે પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ થિરુ વેંગડમ તરીકે થઈ છે. પોલીસનું કહેવું છે કે ઘણા દિવસોથી આરોપીની શોધ ચાલી રહી હતી. આ અંગે પોલીસને માહિતી મળતા કાર્યવાહી કરી હતી. પોલીસ પર આરોપીએ હુમલો કર્યો હતો, જેના જવાબમાં તેને ગોળી વાગી હતી.
#WATCH | Tamil Nadu: Thiruvengadam, an accused in the murder case of Tamil Nadu BSP state president K Armstrong, was killed in a police encounter in Madhavaram area near Chennai.
Additional Commissioner of Police, Chennai North, Narendra Nair said, "The encounter took place… pic.twitter.com/qzNVseoWhL
— ANI (@ANI) July 14, 2024
આરોપી હતો વોન્ટેડ
પોલીસ અધિકારીઓએ આજે સવારે એન્કાઉન્ટરની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે ચેન્નાઈ પોલીસે તમિલનાડુ બીએસપી પ્રમુખ આર્મસ્ટ્રોંગની હત્યા કેસમાં એક આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ આ હત્યા કેસમાં થિરુ વેંગડમ નામના ગુનેગારને શોધી રહી હતી. આ આરોપીની માહિતીના આધારે આજે વહેલી સવારે પોલીસ ટીમે માધવરમ વિસ્તારમાં તેના કથિત ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. જ્યારે આ બદમાશોએ પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો તો જવાબી કાર્યવાહીમાં પોલીસે તેને ઠાર માર્યો.
11 આરોપીમાંથી એક હતો થિરુવેંગડમ
બસપા નેતાની હત્યામાં ઉપયોગમાં લેવાયા બાદ છુપાયેલા હથિયારોની શોધ માટે થિરુ વેંગડમને ત્યાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બસપા નેતા આર્મસ્ટ્રોંગની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા 11 આરોપીઓમાંથી તિરુવેંગડમ એક હતો અને કુખ્યાત ગુનેગાર હતો. થોડા દિવસ પહેલા અહીંની એક કોર્ટે તમામ આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
આ પણ વાંચો - Mumbai: મુંબઈ જવાનો પ્લાન હોયતો વાંચો આ સમાચાર
આ પણ વાંચો - PUNE: IAS પૂજા ખેડકરની માતાને મળી નોટિસ, મનપાએ માંગ્યો 10 દિવસમાં જવાબ
આ પણ વાંચો - Jagannath Puri Temple: 46 વર્ષે ખૂલશે રત્નભંડારનું રાજ, જાણો તૈયારી