Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indigoને 5 લાખનો દંડ, દિવ્યાંગને ફ્લાઇટમાં ચઢાવાનો કર્યો હતો ઇન્કાર

ડીજીસીએ દ્વારા એક દિવ્યાંગને ફ્લાઇટમાં ચઢવાનો ઇન્કાર કરનાર ઇન્ડીગો એરલાયન્સ પર કડક કાર્યવાહી કરીને 5 લાખનો દંડ ફટકાર્યો છે. ઇન્ડીગોએ 7મેના રોજ રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને ફ્લાઇટમાં ચઢાવવાની મનાઇ ફરમાવી હતી અને તેના પર કડક કાર્યવાહી કરીને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ધ્યાને આવતા ડીજીસીએએ કંપનીને ફટકાર પણ લગાવી છે અને કહ્યું કે કંપનીનો ગ્રાઉન્ડ સ્ટાફ એક àª
indigoને 5 લાખનો દંડ  દિવ્યાંગને ફ્લાઇટમાં ચઢાવાનો કર્યો હતો ઇન્કાર
ડીજીસીએ દ્વારા એક દિવ્યાંગને ફ્લાઇટમાં ચઢવાનો ઇન્કાર કરનાર ઇન્ડીગો એરલાયન્સ પર કડક કાર્યવાહી કરીને 5 લાખનો દંડ ફટકાર્યો છે. ઇન્ડીગોએ 7મેના રોજ રાંચી એરપોર્ટ પર એક દિવ્યાંગ બાળકને ફ્લાઇટમાં ચઢાવવાની મનાઇ ફરમાવી હતી અને તેના પર કડક કાર્યવાહી કરીને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
સમગ્ર ઘટના ધ્યાને આવતા ડીજીસીએએ કંપનીને ફટકાર પણ લગાવી છે અને કહ્યું કે કંપનીનો ગ્રાઉન્ડ સ્ટાફ એક દિવ્યાંગ બાળકને યોગ્ય રીતે સંભાળ ના લઇ શક્યો. અને ઉલ્ટાનું તેણે પરિસ્થીતી વધુ ખરાબ કરી હતી. આ મામલે તેમણે વધુ સંવેદનશીલતાથી કામ કરવું જોઇતું હતું. બાળક સાથે સંવેદનશીલતા રાખવી જોઇતી હતી તો તે શાંત રહ્યો હોત. આવું કરવાથી કંપનીના કર્મચારીઓને મુસાફરને વિમાનમાં ચઢવાની મનાઇ કરવા જેવો એકસ્ટ્રીમ પગલું લેવાની જરુર ના પડત. 
ડીજીસીએએ કહ્યું કે વિશેષ પરિસ્થીતીઓમાં અસાધરણ પગલાં લેવાના હોય છે. પણ કંપનીના કર્મચારીઓ સિવીલ એવિએશન રિક્વાયર્મેન્ટની ભાવના અને પ્રતિબધ્ધતા નિભાવી શકે તેવા પગલાં લેવામાં નીષ્ફળ રહ્યા. તેને ધ્યાનમાં રાખીને ડીજીસીએ દ્વારા કંપની પર 5 લાખનો દંડ કરવાનો નિર્ણય કર્યો  છે. આ દંડ સબંધિત એરક્રાફ્ટ નિયમોને આધીન કરાયો છે. 
ઇન્ડીગોએ રાંચીમાં દિવ્યાંગ બાળકને બોર્ડીંગમાં જ રોકી લીધો હતો.આ મુદ્દે ડીજીસીએ દ્વારા કંપનીને કારણ બતાવો નોટીસ ઇસ્યુ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટીએ જ તેને મુસાફરો સાથે ખરાબ હેન્ડલીંગ ગણાવાયુ હતું. એરલાઇનને 26 મે સુધી જવાબ આપવાનો હતો. ઘટનાની તપાસ અને એક સપ્તાહમાં જવાબ આપવા માટે ત્રણ સભ્યોની સમિતીની પણ રચના કરાઇ હતી.
દિવ્યાંગ બાળકને ઇન્ડીગો ફ્લાઇટમાં બેસતા પૂર્વે જ રોકી દેવાયો હતો.ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી અને એરલાયન્સ કંપની બંને તરફથી સ્પષ્ટતા કરાઇ હતી. એરપોર્ટ ઓથોરિટીએ અન્ય મુસાફરોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી કહ્યું કે બાળક ખુબ પેનિક અને અગ્રેસીવ હતું. તે અન્ય મુસાફરો માટે ખતરો પેદા કરી શકે તેમ હતો. 
એરલાયન્સ દ્વારા પણ નિવેદન જાહેર કરાયું હતું કે બાળકે મુસાફરોની સુરક્ષા માટે ખતરો પેદા કર્યો હતો. ગ્રાઉન્ડ સ્ટાફે અંતિમ સમય સુધી તેને શાંત થવાની રાહ જોઇ હતી પણ કોઇ ફાયદો ના થયો. 
ઇન્ડીગો ભારતની સૌથી મોટી એરલાયન્સ કંપની છે. કંપનીની ઓળખ સસ્તી ફ્લાઇટ સેવા અને સમયબદ્ધતા છે. ઘરેલુ એવિયેશન માર્કેટમાં કંપનીનો હિસ્સો 50 ટકા છે. તેની પાસે 200 મોટા એરક્રાફ્ટ છે અને તે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રુટ પર સેવા આપે છે. 
Advertisement
Tags :
Advertisement

.