દિવ્યાંગ દીવસ : જાણો એવા દિવ્યાંગની કહાની કે જે સમાજ માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે
એહવાલ - તૌફીક શેખ સામાન્ય રીતે લોકોમાં વિકલાંગો પ્રત્યે દયા અથવા હીનતા સંકુલ હોય છે. લોકો માને છે કે, જો કોઈ વ્યક્તિ વિકલાંગ છે, તો તેનો અર્થ એ છે કે, તે ચોક્કસપણે અન્ય લોકો પર બોજ બની રહેશે, જે યોગ્ય...
એહવાલ - તૌફીક શેખ
સામાન્ય રીતે લોકોમાં વિકલાંગો પ્રત્યે દયા અથવા હીનતા સંકુલ હોય છે. લોકો માને છે કે, જો કોઈ વ્યક્તિ વિકલાંગ છે, તો તેનો અર્થ એ છે કે, તે ચોક્કસપણે અન્ય લોકો પર બોજ બની રહેશે, જે યોગ્ય નથી. થોડી મહેનતથી વિકલાંગ વ્યક્તિ પણ સામાન્ય જીવન જીવી શકે છે. દર વર્ષે તારીખ 3 ડિસેમ્બરે લોકોમાં જાગૃતિ ફેલાવવા, વિશ્વભરના વિકલાંગ અથવા વિકલાંગ લોકોની વિકલાંગતા સંબંધિત મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમના યોગ્ય આર્થિક અને સામાજિક વિકાસ માટે પ્રયાસો કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે.
સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે, વિકલાંગ એક યા બીજી રીતે શારીરિક અને માનસિક વિકલાંગતાનો ભોગ બને છે. તેથી તેઓ જીવનભર અન્ય લોકો પર બોજ બનીને રહે છે. જ્યારે સત્ય એ છે કે, અનેક પ્રકારની વિકલાંગતાઓમાં યોગ્ય તાલીમ, યોગ્ય તક અને યોગ્ય પ્રયાસની મદદથી તેમને ન માત્ર આત્મનિર્ભર બનાવી શકાય છે. પરંતુ તેઓ સમાજમાં સમાન જીવન જીવી શકે છે. શારીરિક રીતે વિકલાંગ લોકોને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વૈશ્વિક મંચ પર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ત્યારે વિશ્વમાં આજે દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે એવા એક દિવ્યાંગ લોકો ની વાત કરવી પ્રાસંગિક થઈ પડે છે કે જે સમાજ માટે પ્રેરણા રૂપ સાબીત થઈ રહ્યા છે.
આજે વાત કરવી છે છોટાઉદેપુર નગરમાં રહેતા બાઈક ફોરમેન પઠાણ ફૈઝાન તેમજ મકસુદ અને ડોક્ટર યુસુફ વોહરા કે જેઓ દિવ્યાંગ હોવા છતાં પોતાના વ્યવસાયમાં કુશળ અને પરિવારમાં એક સફળ વ્યક્તિ તરીકે તરી આવ્યા છે.
પઠાણ ફૈઝાન અને પઠાણ મકસુદ બંને ભાઈઓ છે, જેમાં ફૈઝાનએ બોલી તેમજ સાંભળી શકતો નથી.પરંતુ મોબાઈલ ફોન લેપટોપ તમામ સરળતા થી ચલાવી લે છે. જ્યારે મકસુદ પગથી દિવ્યાંગ છે. તેઓ બંને દ્વારા બાઈક રીપેરીંગ ની કારીગરીમાં નામના મેળવી અસંખ્ય મોટર માલિકોને પોતાના ચાહક ગ્રાહક બનાવ્યા છે. ફૈઝાન અને મકસુદ પોતાના વ્યવસાયમાં નીપુણતા ધરાવે છે. જ્યારે ફૈઝાન તો આડ પડોશના લોકોને પણ પોતાની સાંકેતિક ભાષાથી અવગત કરી તે ભાષા સમજતા તેમજ બોલતા કર્યા છે. પોતે દિવ્યાંગ હોવા છતાં સ્વ નિર્ભર બની પોતાના પરીવાર નુ સારી રીતે ગુજરાન ચલાવે છે.
જયારે ડોક્ટર યુસુફ વોરા વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ છે. અને તેઓ તેમજ તેમના પત્ની બતુલબેન વોરા બંને આંખોથી દિવ્યાંગ છે છતાં પોતાના બે સંતાન સાથેના પરિવારમાં ખુશ છે. તથા ડોક્ટર યુસુફે પોતે દિવ્યાંગ હોવા છતાં અસંખ્ય દર્દીઓની સારવાર કરી નામના મેળવી છે. બંને પતિ પત્ની પોતાની દૈનિક ક્રિયા જાતે કરે છે. રસોઈ બનાવવી, વાસણ ધોવા, કપડાં ધોવા જેવી તમામ કામો બતુલ વોહરા કોઈ પણ સહારા વગર જાતે કરે છે. આ સાથે બંને પતિ પત્ની મોબાઈલ થકી youtube, google pay તેમજ નોબલ રીડિંગ જેવી તમામ પ્રવૃત્તિઓ સરળતાથી કરી લે છે. બતુલ વોહરા અલગ અલગ રસોઈ બનાવવા તેમજ નોબલ વાંચનના શોખ ધરાવે છે. તો ડોક્ટર યુસુફ વોરા પોતાના વ્યવસાયની સાથે ગીત સંગીતનો પણ શોખ ધરાવે છે.
આ સાથે સામાન્ય મનુષ્ય નું એક મિત્રમંડળ હોય છે તેવી જ રીતે છોટાઉદેપુર નગરમાં અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓનું એક મિત્ર મંડળ છે, જેઓ પોતાની સાંકેતિક ભાષાઓમાં એકબીજા સાથે મળે ત્યારે વાતો કરે છે અને એકબીજા પ્રત્યેની લાગણી ની આપ-લે કરે છે.
જેમાં મિત્રો સાથે મળવું, હરવા ફરવા જવું, બેઠકો ગોઠવવી,ચર્ચાઓ કરવી તેમ તેઓ પણ પોતાના મિત્ર વર્તુળ માં મસ્ત થઈ તમામ પ્રવૃત્તિઓને અંજામ આપે છે. તેઓનું એક વોટ્સ એપ ગ્રુપ બનાવી એક બીજા સાથે સંદેશા વ્યવહારના માધ્યમે કનેક્ટ રહે છે. એક બીજાની તકલીફમાં ઉભા રહીને હુંફ પણ આપે છે. તેઓમાં કોઈ મોટર સાયકલ મેકેનીક છે તો કોઈ શ્રમજીવી તો કોઈ કોમ્પુટર ઓપરેટર અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ તમામ દિવ્યાંગો ખુશ પણ છે.
તેવામાં તમામ દિવ્યાંગો એવા તમામ લોકો માટે પ્રેરણા રૂપ છે કે જેમને કુદરતે તંદુરસ્ત મન અને તન ભેટ આપી હોય અને નાના-મોટા જીવનના ચઢાવ ઉતારમાં નાસીપાસ થાય છે, કે પોતાના નસીબ ને કોસી અમૂલ્ય જીવનના દિવસો વેડફી નાંખે છે. આ પ્રસંગે દિવ્યાંગો દ્વારા ગુજરાત ફર્સ્ટના માધ્યમે તમામ લોકોને એક સંદેશ પાઠવેલ છે કે દરેક વ્યક્તિમાં અનેક સુષુપ્ત શક્તિઓ છુપાયેલી હોય છે જરૂર છે તેને બહાર લાવવાની. માણસ ધારે તો પર્વત ચીરીને પણ સફળતાના શિખરો સર કરી શકે છે.
આ પણ વાંચો -- BHARUCH : સરકારના ત્રણ મહત્વના પ્રોજેક્ટ મુદ્દે જમીન સંપાદનમાં વર્તનની માંગ સાથે 7,000 પોસ્ટકાર્ડ લખી વિરોધ દર્શાવ્યો
Advertisement