Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SpiceJetની 50 ટકા ફ્લાઇટ પર 8 સપ્તાહ સુધી DGCAનો પ્રતિબંધ

સ્પાઈસ જેટ પર મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તેની 50 ટકા ફ્લાઈટ્સ પર 8 અઠવાડિયા માટે પ્રતિબંધ લગાવી દીધો છે.DGCA એ પોતાના એરક્રાફ્ટમાં ખામીને જોતા આ કાર્યવાહી કરી છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા વચગાળાના આદેશમાં  1 એપ્રિલથી 5 જુલાઈની વચ્ચે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.DGCA એ કહ્યું કે સ્પાઈસ જેટ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ પરિવહન સેવા સà«
spicejetની  50 ટકા ફ્લાઇટ પર 8 સપ્તાહ સુધી  dgcaનો પ્રતિબંધ
સ્પાઈસ જેટ પર મોટી કાર્યવાહી કરતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ તેની 50 ટકા ફ્લાઈટ્સ પર 8 અઠવાડિયા માટે પ્રતિબંધ લગાવી દીધો છે.
DGCA એ પોતાના એરક્રાફ્ટમાં ખામીને જોતા આ કાર્યવાહી કરી છે. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા વચગાળાના આદેશમાં  1 એપ્રિલથી 5 જુલાઈની વચ્ચે બનેલી ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
DGCA એ કહ્યું કે સ્પાઈસ જેટ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ પરિવહન સેવા સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇન આને રોકવા માટે પગલાં લઈ રહી છે, પરંતુ તેણે સુરક્ષિત અને વિશ્વસનીય હવાઈ સેવા માટે તેના પ્રયાસો જાળવી રાખવાની જરૂર છે.
12 જુલાઈના રોજ સ્પાઈસ જેટની દુબઈ-મદુરાઈ ફ્લાઈટના આગળના વ્હીલમાં ખામી સર્જાઈ હતી. આ પહેલા પણ ઘણી એવી ઘટનાઓ બની હતી જેણે વિમાનો પર સવાલો ઉભા કર્યા હતા. DGCAએ 6 જુલાઈના રોજ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની આઠ ઘટનાઓ પર કારણ બતાવો નોટિસ જારી કરી હતી. એવિએશન રેગ્યુલેટરે કહ્યું હતું કે સસ્તી સર્વિસ પ્રોવાઈડર કંપની સુરક્ષિત, અસરકારક અને ભરોસાપાત્ર એર સર્વિસ આપવામાં નિષ્ફળ રહી છે.
Advertisement
Tags :
Advertisement

.