Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહિલા T20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપી રચ્યો ઈતિહાસ

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર છે. બંને ટીમો વચ્ચે આ મેચ કેપ્ટાઉનના ન્યૂલૈંડ્સ મેદાનમાં રમાયો. જેમાં ભારતની 7 વિકેટે શાનદાર વિજય થયો છે.પાકિસ્તાને 150 રનનો ટાર્ગેટ આપ્યોકેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ટોસ જીતીને બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા હતા. ટીમ માટે આયેશા નસીમે 25 બોલમાં 43 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તે જ સમયે, કેપ્ટન બિસ્માહ મàª
મહિલા t20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપી રચ્યો ઈતિહાસ

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર છે. બંને ટીમો વચ્ચે આ મેચ કેપ્ટાઉનના ન્યૂલૈંડ્સ મેદાનમાં રમાયો. જેમાં ભારતની 7 વિકેટે શાનદાર વિજય થયો છે.

Advertisement

પાકિસ્તાને 150 રનનો ટાર્ગેટ આપ્યો
કેપટાઉનના ન્યૂલેન્ડ્સ મેદાન પર ટોસ જીતીને બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 149 રન બનાવ્યા હતા. ટીમ માટે આયેશા નસીમે 25 બોલમાં 43 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તે જ સમયે, કેપ્ટન બિસ્માહ મરૂફે 55 બોલમાં અણનમ 68 રનનું યોગદાન આપ્યું હતું. મહિલા ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર છે. પાકિસ્તાને ભારતને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતની જીત
પાકિસ્તાનના 150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમે 19 ઓવરમાં જ 151 રન બનાવી મેચ જીતી લીધી હતી. મેચમાં એક સમયે ભારતે ત્રણ વિકેટ ગુમાવતા ટીમ પ્રેશનરમાં આવી ચુકી હતી પણ ભારત તરફથી જેમિમા અને રિચાએ શાનદાર બેટિંગ કરીને ભારતને જીત અપાવી હતી.
મજબૂત પાર્ટનરશીપ
રિચા અને જેમિમાએ 58 રનની અણનમ ભાગીદારી કરી હતી. જેમિમાએ 38 બોલમાં 53 રન બનાવ્યા જેમાં આઠ ચોગ્ગા સામેલ હતા. તે જ સમયે, રિચા ઘોષે 20 બોલમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. રિચાએ 31 રન બનાવ્યા હતા.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: હરમનપ્રીત કોર(કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ(WK), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ અને રેણુકા સિંહ
પાકિસ્તાનઃ બિસ્માહ મરૂફ (કેપ્ટન), મુનીબા અલી (વિકેટકીપર), જાવેરિયા ખાન, નિદા દાર, આયેશા નસીમ, આલિયા રિયાઝ, ફાતિમા સના, નશરા સંધુ, સાદિયા ઈકબાલ, આઈમાન અનવર અને સિદ્રા અમીન.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.