મેચ જીત્યા બાદ ભારત-પાકની ખેલાડીઓ હળવા મૂડમાં, જુઓ રસપ્રદ વીડિયો
મેચ જીત્યા બાદ ભારત-પાકની ખેલાડીઓ હળવા મૂડમાંખેલાડીઓ મજાક મસ્તી કરતા જોવા મળ્યાખેલાડીઓએ એક બીજાની ટી શર્ટ એકસચેન્જ પણ કરીપાકિસ્તાન બોર્ડે શેર કર્યો વીડિયો ટી-20 વર્લ્ડ કપ 2023 (T20 World Cup 2023)માં ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી છે. રવિવારે રમાયેલી મેચમાં ભારતે (India)પાકિસ્તાન (Pakistan)ને 7 વિકેટે હરાવીને અજાયબી કરી હતી. ભારતે જેમિમા રોડ્રિગ્ઝની તોફાની ફિફ્ટીના બળે 150 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હત
- મેચ જીત્યા બાદ ભારત-પાકની ખેલાડીઓ હળવા મૂડમાં
- ખેલાડીઓ મજાક મસ્તી કરતા જોવા મળ્યા
- ખેલાડીઓએ એક બીજાની ટી શર્ટ એકસચેન્જ પણ કરી
- પાકિસ્તાન બોર્ડે શેર કર્યો વીડિયો
ટી-20 વર્લ્ડ કપ 2023 (T20 World Cup 2023)માં ટીમ ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી છે. રવિવારે રમાયેલી મેચમાં ભારતે (India)પાકિસ્તાન (Pakistan)ને 7 વિકેટે હરાવીને અજાયબી કરી હતી. ભારતે જેમિમા રોડ્રિગ્ઝની તોફાની ફિફ્ટીના બળે 150 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જબરદસ્ત મેચ બાદ પાકિસ્તાન ક્રિકેટે એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને ટીમના ખેલાડીઓ હસતા અને મજાક કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે
આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ મેચને લઈને મજાક કરી રહ્યા છે અને વાત કરી રહ્યા છે. વીડિયોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર, વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના, સ્ટાર ખેલાડી શેફાલી વર્મા અને અન્ય તમામ ખેલાડીઓ જોવા મળે છે.
Advertisement
Players' interactions after the #INDvPAK match at Newlands 🇵🇰🇮🇳#BackOurGirls | #T20WorldCup pic.twitter.com/Yc4YcKxV2v
— Pakistan Cricket (@TheRealPCB) February 13, 2023
ખેલાડીઓએ સાથે મળીને ગ્રૂપ ફોટો પડાવ્યા
બંને ટીમના ખેલાડીઓએ સાથે મળીને ગ્રૂપ ફોટો પડાવ્યા હતા અને ઓટોગ્રાફવાળી ટી-શર્ટની આપલે પણ કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ ઓછી મેચો રમાય છે, પરંતુ આ મેચ પછી આવા દ્રશ્યોએ બધાનું દિલ જીતી લીધું.
ટીમ ઈન્ડિયાએ માત્ર 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો
જો ટી-20 વર્લ્ડ કપ 2023માં રમાયેલી મેચની વાત કરીએ તો પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 149 રન બનાવ્યા હતા, પાકિસ્તાન તરફથી કેપ્ટન બિસ્માહ મારૂફે 68 રનની ઇનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
જેમિમાહ રોડ્રિગ્સની તોફાની 53 રનની ઇનિંગ
મેચ અધવચ્ચે જ અટકી ગઈ હતી, પરંતુ જેમિમાહ રોડ્રિગ્સે તોફાની 53 રનની ઇનિંગ રમી જેનાથી પાકિસ્તાનનું સપનું તૂટી ગયું. જેમિમાને રિચા ઘોષે ટેકો આપ્યો હતો જેણે માત્ર 20 બોલમાં 5 ચોગ્ગા સહિત 31 રન બનાવ્યા હતા. આ બે ઇનિંગ્સના બળ પર ટીમ ઇન્ડિયાએ છેલ્લી 4 ઓવરમાં 41 રન બનાવ્યા અને પાકિસ્તાનના હાથમાંથી મેચ છીનવી લીધી.
પાકિસ્તાન - 149/4 (20 ઓવર)
ભારત - 151/3 (19 ઓવર)
ભારતની આગામી મેચ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સાથે
ભારતની આગામી મેચ 15 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે. આ પછી ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ અને ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ભારતના ગ્રુપમાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો છે. પાકિસ્તાન સામેની જીત બાદ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો--ભારતની આ મહિલા ક્રિકેટ ખેલાડીઓ આજે થશે કરોડપતિ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.