કડીમાં રખડતા ઢોરનો વધ્યો ત્રાસ, ગાયએ 8 વર્ષના બાળકને શિંગડે ભરાવી ફંગોળ્યો
મહેસાણાના કડીમાં રખડતાં પશુઓ નો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વારંવાર પશુઓના હુમલા ને કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. અગાઉ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ને પણ ગાય એ અડફેટે લીધા હતા. ત્યારે વધુ એક ઘટના માં 8 વર્ષના બાળક ને ગાયે શિંગડે ભરાવી ઉછળી ખુંદતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. પાલિકા પશુ પકડવા 27 લાખ ખર્ચ બતાવે છે પણ પરિસ્થિતિ જૈસે થે જ જોવા મળી રહી છે . વર્ષના બાળકà
12:16 PM Feb 20, 2023 IST
|
Vipul Pandya
મહેસાણાના કડીમાં રખડતાં પશુઓ નો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. વારંવાર પશુઓના હુમલા ને કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. અગાઉ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ને પણ ગાય એ અડફેટે લીધા હતા. ત્યારે વધુ એક ઘટના માં 8 વર્ષના બાળક ને ગાયે શિંગડે ભરાવી ઉછળી ખુંદતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે. પાલિકા પશુ પકડવા 27 લાખ ખર્ચ બતાવે છે પણ પરિસ્થિતિ જૈસે થે જ જોવા મળી રહી છે .
વર્ષના બાળકને ગાય એ હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ
મહેસાણાના કડી શહેરમાં 8 વર્ષના બાળકને ગાય એ હુમલો કરીને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. કડીમાં માર્કેટ યાર્ડ સામે આવેલી ધનંજય સોસાયટી માં રહેતા યોગેશ પટેલનો 8 વર્ષીય બાળક સ્નેહ ઘરની આગળ ખુલ્લી જગ્યામાં રમતો હતો. એટલા માં પાછળ થી આવેલ એક ગાયે તેને શિંગડે ભરાવી ચાર થી પાંચ વખત ઉછળ્યો હતો. અને નીચે પટકી ખૂંદી નાખ્યો હતો. બાળક તો સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો પણ આ ઘટના જોનાર લોકો એ બૂમાબૂમ કરતા સ્નેહ ના પિતા દોડી આવ્યા હતા. અને બાળક ને ખેચી ગાય ને ભગાડી હતી. બાળક ને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ માં સારવાર આપી હતી અને એક આંખે ગંભીર ઈજા થતાં હાલ આંખ પણ ખુલતી નથી તો માથાના ભાગે પણ ટાંકા આવ્યા હતા. ઘટના ને પગલે કડી પાલિકા નો સંપર્ક કરતા પાલિકા પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા થોડા દિવસથી પશુઓ પકડવાની કામગીરી બંધ હતી પણ આજથી શરૂ કરાશે. પાલિકા એ અત્યાર સુધી રૂપિયા 27 લાખ ઢોર પકડવા ખર્ચ પણ કર્યો હોવાનું જણાવ્યું હતું.
બાળકના વાલી આક્રોશ ઠાલવી રહ્યા છે
8 વર્ષીય બાળક ને ગંભીર ઈજાઓ થતાં હાલમાં સારવાર અપાઇ છે. ગાયના હુમલા બાદ બેભાન થઈ ગયેલ બાળક ને જોતા બાળકના માતા પિતા પણ હેબતાઈ ગયા હતા. જ્યારે બાળક ભાનમાં આવ્યું ત્યારે બાળકના વાલીમાં જીવમાં જીવ આવ્યો હતો. હાલમાં બાળક સારવાર બાદ ઘરે લાવ્યા છે. પરંતુ એક આંખ હજુ ખુલી નથી અને માથાના ભાગે ટાંકા આવેલા છે જેથી બાળક હજુ આરામ ની સ્થિતિમાં જ છે. બાળકના વાલી આક્રોશ ઠાલવી રહ્યા છે કે પાલિકા જો 27 લાખ પશુ પકડવા ખર્ચ કરતી હોય તો હજુ આ જ સોસાયટીમાં 8 થી 10 ગાય ક્યાંથી જોવા મળી રહી છે. અગાઉ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ને પણ ગાય એ અડફેટે લીધા હતા અને ફેક્ચર થયું હતું. આ ઉપરાંત શાળા એ જતા બાળકો, વાહન ચાલકો ને પણ પશુઓ એ અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી ચૂકી છે.
તંત્રની બેદરકારી સામે આવી
કડીમાં પાલિકા દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે 27 લાખ ખર્ચ કરી ને 450 જેટલા પશુઓ પકડાયા છે. તો બીજી તરફ હજુ પણ પશુઓના હુમલાને કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. તો 27 લાખ ખર્ચ કયા કર્યો અને કેવી રીતે કર્યો એ સવાલ ઉભા થાય છે. શું કાગળ ઉપર ખર્ચ બતાવી દેવાયો ? અને જો પશુઓ પકડ્યા છે તો રોડ રસ્તા ઉપર હાલમાં ફરતાં પશુઓ જ્યાંથી આવ્યા ? જો ખરેખર ખર્ચ કરો છો તો ખરેખર પશુઓ પણ પાંજરે પૂરો એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
આપણ વાંચો-સુરતના ગાયબ કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનો પરિવાર પહોંચ્યો પોલીસ કમિશનર પાસે, શોધખોળ કરવા માટે કરી વિનંતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article