Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, ઇકો કારે -એક્ટિવાને લીધું અડફેટે, વિદ્યાર્થીનીનું કરુણ મોત

નર્મદા નદી ઉપર નિર્માણ પામેલો નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અંતર ઓછું થવા સાથે એક્સિડન્ટ ઝોન પણ બની રહ્યો છે. અહીં એક ઈકો કારે એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીને ટક્કર મારતાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને પી.એમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ કાર્યવાહી કરી ફરાર ઈકો કાર ચાલકને ઝડપી પાડવાની તજà
01:27 PM Jan 27, 2023 IST | Vipul Pandya
નર્મદા નદી ઉપર નિર્માણ પામેલો નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અંતર ઓછું થવા સાથે એક્સિડન્ટ ઝોન પણ બની રહ્યો છે. અહીં એક ઈકો કારે એક્ટિવા ચાલક વિદ્યાર્થીનીને ટક્કર મારતાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને પી.એમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ કાર્યવાહી કરી ફરાર ઈકો કાર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી  
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ -અંકલશ્વરને જોડતો નવો બનેલો નર્મદા મૈયા બ્રિજ ભરૂચ -અંકલેશ્વર નું અંતર ઓછું કરવા સાથે સુસાઈડ પોઈન્ટ સાથે એક્સિડન્ટ ઝોન તરીકે પણ પંકાઈ રહ્યો છે.છેલ્લા ૧ વર્ષ અકસ્માતોની હારમાળા આ બ્રિજ પર સર્જાઈ ચૂકી છે.ત્યારે શુક્રવારની સવારે અંકલેશ્વર થી ભરૂચ તરફ કોલેજમાં આવી રહેલી એક્ટિવા ચાલક વિદ્યાર્થીની આયુષી પટેલને પાછળથી પુરપાટ ઝડપે આવેલી ઈકો કારના ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક વિદ્યાર્થીની ફંગોળાઈ હતી એને તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નિપજવા પામ્યું હતું.
અકસ્માતની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલસ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં પી.એમ કરવા સહિતની કાર્યવાહી હાથધરી હતી.તો અકસ્માત અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર ઈકો કાર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી.
આ પણ વાંચોઃ અહીં જંગલી પશુઓના ભયથી ખેતરમાં જતા થરથર કાંપે છે ખેડૂતો, રાત્રે નહીં દિવસે વીજળી આપવા ઉગ્ર રજુઆત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AccidentActivaBharuchcollidesDeathEcocargirlGujaratFirstHitandRunstudent
Next Article